@RUTUL PRAJAPATI, ARVALLI
ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અંબાજીમાં ગંભીર અકસ્માત સામે આવ્યો હતો. જેમાં 40થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ-ઉદેપુર હાઈવે પર શામળાજી પાસે ખાનગી સ્લીપર કોચ બસ પલટી મારી જતાં 16 મુસાફરો ઘાયલ થયાં છે. જ્યારે પાંચ મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
ગઈકાલે અંબાજી હડાદ માર્ગ પર અકસ્માત થયો હતો
ઉત્તર ગુજરાતના માર્ગો હાલમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગૂંજી રહ્યાં છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો હોવાથી સમગ્ર ગુજરાતમાંથી પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યાં છે. ત્યારે અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં ગઇકાલે ખાનગી બસ અંબાજી- હડાદ માર્ગ પરથી ઘાટીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. બસ અચાનક ઘાટીમાં પડતાં બસના બે ટુકડા થઈ ગયા હતા. 40થી વધુ મુસાફરોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તેમજ પોલીસ વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd