ભગવાન સ્વામિનારાયણ (lord swaminarayan) જ્યારે ગુજરાત (gujarat) માં પરિભ્રમણ કરતા હતા ત્યારે તેઓ પાટણ પણ પધાર્યા હતા સવંત 1861 એટલેકે 200 વર્ષ પહેલા વિજાપુર થી તેઓ રાજા મહારાજ સામંતો અને હરિ ભક્તો સાથે પ્રવાસ માં નીકળ્યા ત્યારે મહેસાણા થી પાટણ આવ્યા હતા. અને ત્યારે તેઓ કટકીયા વાડામાં આવેલ પરસોતમ ભાઈ સલાટને ત્યાં રોકાયા હતા અને અહીં મંદિર (temple) બાંધવામાં આવ્યું છે. આજે આ મંદિરમાં વિવિધ હિંડોળાની આંગી કરવામાં આવી છે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો યોજાય છે
અહીં અષાઢી બીજ થી મંદિરમાં (temple) વિવિધ હિંડોળાની આંગી કરવામાં આવતી હોય છે. જેમાં ફૂલ ,સૂકા મેવા, નગદ નોટો,સહિત કઠોળ અને વિવિધ વસ્ત્રોની આંગી થતી હોય છે . અહીં આ 200 વર્ષ જુના મંદિરમાં વાર તહેવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે તેમજ અન્નકૂટ પણ ભરાય છે.
આ મંદિર (temple) 200 વર્ષ જૂનું છે અહીં ભગવાન સ્વામીનારાયણ જ્યારે આવ્યા અને હરિ ભક્તના ઘરે રાત્રીરોકાણ કરેલ ત્યારે તેમને રેશમની ગાદી અને તકિયો આપ્યો હતો તે આજે પણ સ્મૃતિ તરીકે સચવાયેલ છે વડતાલ તાબાનું આ મઁદિર (temple) હરિભક્તો માટે આસ્થા નું કેન્દ્ર છે ભગવાન સ્વામીનારયણ પાટણ થી રાધનપુર સાંતલપુર ભચાઉ થઇ ને ભુજ પહોંચ્યા નો ઉલ્લેખ આજે પણ સચવાયેલો છે આમ પાટણ નું 200 વર્ષ જૂનું મંદિર ભક્તો માટે આકર્ષણ રૂપ છે
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8