મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વલાસણા સાબરમતી નદીમાં રાજપૂત પરિવારના એક સાથે 3 યુવક સહિત 4 યુવકો ડુબી જતાં તેમના કરૂણ મોત થયા છે. જો કે 4માંથી1 યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાતા એક યુવકની જિંદગી બચી ગઇ છે. તહેવારો ટાણે ઘરમાં માતમ છવાતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબી જતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે 4માંથી1 યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાતા એક યુવકની જિંદગી બચી ગઇ છે. જ્યારે અન્ય ત્રણેયના મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાયા છે.
ત્રણેય મૃતકની ડેડબોડી વડનગર સિવિલ ખાતે ખસેડાઇ છે. ત્રણેય મૃતક યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકમગ્ન બન્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ ખાતે દોડી આવ્યા હતા. જન્માષ્ટમીના પર્વમાં ખુશીનો દિવસ માતમમાં ફરેવાઇ ગયો છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8