BAJRANG DAL : નર્મદાના સેલંબા ખાતે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, આગચંપીનો પણ બનાવ બન્યો છે. સેલંબામાં બજરંગ દળ દ્વારા યોજાયેલી શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મી લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે પછી સેલંબામાં આગચંપીનો બનાવ બન્યો હોવાની પણ ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો છે. કુઈદા ગામથી સેલંબા સુધી નીકળી હતી યાત્રા. આ યાત્રાને પુર્વ નિયોજીત કાવતરારૂપે ટાર્ગેટ કરાઈ હોવાની પણ ચર્ચા છે. નર્મદાના સેલંબામાં બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. જ્યાં કેટલાક વિધર્મી લોકોએ યાત્રા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને સેલંબામાં આગચંપીના પણ બનાવો બન્યા હતા. કુઈદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ સુધી શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
હિંદુ સંગઠનોમાં રોષ-
સમગ્ર ઘટના મામલે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા ઘટનાના સીસીટીવીની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ પથ્થરમારો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ છે.
પોલીસ અધિકારીઓ દોડતા થયા-
ઘટનાની જાણ થતા જ જિલ્લા DySP, LCB અને SOGની ટીમ સેલંબા પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવા પ્રયાસો કર્યા હતા. જો કે મામલો વધુ તંગ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે પછી હાલ સમગ્ર મામલો શાંત પડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ગઇકાલે મંજુસર ગામે થઈ હતી કોમી અથડામણ-
મહત્વનું છે કે ગઇકાલે પણ વડોદરા જિલ્લામાં પથ્થરમારાની ઘટના બની હતી. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના સામે આવી હતી. મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd