લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ મોદીએ ‘મેં હું મોદી કા પરિવાર..’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આને લગતો એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદીએ એક્સ પર વીડિયો શેર કર્યો અને લખ્યું- માય ઈન્ડિયા, માય ફેમિલી. તમને જણાવી દઈએ કે આ અભિયાનના વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
मेरा भारत, मेरा परिवार! pic.twitter.com/GzkIIvEIUb
— Narendra Modi (@narendramodi) March 16, 2024
પીએમ મોદીના સમર્થનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો ‘બાયો’ બદલાયો
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર પર ટિપ્પણી કરી હતી. આ પછી ભાજપે લાલુ પ્રસાદના નિવેદન પર પ્રહારો કર્યા અને પાર્ટીના નેતાઓએ પીએમ મોદીના સમર્થનમાં તેમના એક્સ એકાઉન્ટનો ‘બાયો’ બદલી નાખ્યા હતા. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખી દીધું હતું.