બિહારના બેગુસરાઈમાં સોમવારે (29 એપ્રિલ)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર એક મોટી દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું હતું. ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ પરત ફરી રહ્યા ત્યારે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે અચાનક ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું. આ દરમિયાન પાયલોટે સૂઝબૂઝ બતાવતા હેલિકોપ્ટરને પરત ફેરવીને પછી ટેક ઓફ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
Concerning: Home Minister @AmitShah‘s helicopter briefly lost control during takeoff. Wishing him safety and well-being. 🙏🏻@HMOIndia pic.twitter.com/eA02fylS7k
— Veer Solanki (Modi ka Parivar) (@InvincibleBabu) April 29, 2024
જનસભાને સંબોધીને પરત ફરતી વખતે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અમિત શાહનું હેલિકોપ્ટર જોરદાર પવનને કારણે ડગમગી ગયું હતું. બેગુસરાઈમાં ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર જોરદાર પવનની ઝપેટમાં આવી ગયું હતું. જોકે થોડા સમય બાદ હેલિકોપ્ટરે ટેકઓફ કર્યું હતું.
શાહે બેગુસરાયની રેલીમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતા
આ પહેલા ચૂંટણી જનસભા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ‘કાશ્મીર અમારું છે. કોંગ્રેસ અધ્યક્ષ (મલ્લિકાર્જુન) ખડગે કહે છે કે કાશ્મીર સાથે રાજસ્થાન અને બિહારને શું લેવાદેવા છે
ગૃહમંત્રી ચૂંટણી સભાને સંબોધવા બેગુસરાયની જીડી કોલેજના મેદાનમાં પહોંચ્યા હતા. સભાને સંબોધન કર્યા પછી, તેઓ હેલિકોપ્ટરમાં સવાર હતા ત્યારે ભારે પવનને કારણે તેમનું હેલિકોપ્ટર અનબેલેન્સ થઈ ગયું હતું. જો કે, હેલિકોપ્ટરના પાઇલટે સતર્કતા બતાવી ફરીથી હેલિકોપ્ટરને સંતુલનમાં લાવીને ટેક ઓફ કર્યું.