@vimalbhai patel, gambhoi
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી. જેમા ઉમેદવારનુ પરીક્ષા કેન્દ્ર નિકોડાનુ હોઇ પરંતુ શરત ચુકથી સલાટપુર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલ હતો. તલોદ પોલીસ દ્વારા ઉમેદવારને ફર્સ્ટ મોબાઇલમાં બેસાડી તાત્કાલીક તેના મુળ પરીક્ષા કેન્દ્ર નિકોડા ખાતે પહોચાડીમાં મદદ કરવામાં આવી હતી. તેવી જ રીતે એક પરીક્ષાર્થીને મોડું થઈ ગયેલ હતું આથી મહિલા પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.