- શહેરા પોલિસે તાલુકાના ધામણોદ ગામના એક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
@ રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના ધામણોદ ગામના ઠાકરીયા ફળિયામાં આવેલા એક રહેણાંક ઘર માં છુપી રીતે દારૂનું વેચાણ થતુ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે માહિતી ના આધારે બુટલેગર પ્રભાત માલીવાડના ઘરે રેડ કરીને કાર્યવાહી હાથધરી હતી. પોલીસને ઘરની અંદરના રૂમમાંથી છુપાઈ રાખેલ રૂપિયા 36 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવવા સાથે બુટલેગર પ્રભાતને પણ પકડી પાડ્યો હતો વિદેશી દારૂ અને દારૂ વેચનાર પ્રભાત ઉર્ફે ગેંડાલ નાથાભાઈ માલીવાડ ને પોલીસ મથક ખાતે લાવીને દારૂ ક્યાંથી મંગાવ્યો હતો તે સહિતની અનેક પૂછપરછ હાથધરી હતી. તાલુકા પંથકમાં અનેક લોકો ઓછી મહેનત કરીને વધુ રૂપિયા કમાવા દારૂના ધંધા તરફ વળતા હોય તેવું લાગી રહ્યું છે.