- પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગ ઉંઘતું હોય તે રીતે ખાણખનીજ વિભાગે કરવાની કામગીરી પોલીસ તંત્ર કરતું હોવાનું સામે આવ્યું
- શહેરા તાલુકામાંથી બેફામ ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી હોય તેવું જણાય છે.
@રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના ઉમરપુર આંબાજેટી પાસે પસાર થતી કુણ નદીમાં પાછલા કેટલાક મહિનાઓથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાને લઈને પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે અહી કાર્યવાહી હાથધરી હતી. નદીના પટ માંથી પોલીસ અને ખાણ ખનીજ વિભાગએ જે.સી.બી.મશીન ને પકડી પાડીને રૂપિયા 20લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ખાણ ખનીજ વિભાગ ના માઇન્સ સુપરવાઇઝર ના જણાવ્યા અનુસાર રાજેશ ઉર્ફે લાલા ભરવાડના જેસીબી મશીનથી રેતી અને મોહરમ કાઢવામાં આવી રહી હતી.
પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ સંપત્તિનું ખનન કરી ખનીજ ચોરી કરનારાઓ સામે આંખ આડા કાન થતાં હોવાથી ખાણખનીજ વિભાગે કરવાની કામગીરી પોલીસ તંત્ર કરતું હોય છે,એ જ પ્રકારે શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.એલ.કામોળને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ઉંમરપુર ગામ પાસેથી પસાર થતી નદીમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન થઈ રહ્યુ છે,જે બાતમી આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.એલ.કામોળ પોલીસ સ્ટાફ સાથે ઉંમરપુર ગામ પાસે આવેલ કુણ નદી ઉપર પહોંચતા કુણ નદીના પટમાં એક જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી રેતી કાઢવામાં આવતી હોવાની સાથે ત્યાં બે ટ્રેક્ટર ઉભેલા નજરે પડતા પોલીસના માણસો નદીના પટ તરફ જતા ટ્રેક્ટરના ચાલક પોલીસને જોઈ બંને ટ્રેક્ટર લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા,જ્યારે નદીના પટમાં ખોદકામ કરતા જેસીબીના ચાલક પાસે નદીમાં રેતીના ખોદકામ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાઇ આવતા કુણ નદીના પટમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાનું જણાઈ આવતા જિલ્લા ખાણખનીજ વિભાગને જાણ કરી હતી.ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર પૃથ્વીરાજ સહિત ની ટીમ સ્થળ ઉપર પહોંચી જઈને માપણી કરતા નદીના પટમાંથી અનઅધિકૃત રીતે અંદાજીત ૬૦૩.૦૨ મેટ્રીન ટન સાદી રેતીનું ખોદકામ થયેલાનું બહાર આવ્યું હતું,જેને લઈને શહેરા પોલીસ દ્વારા જેસીબી મશીનને શહેરા પોલીસ મથકે લાવી કબ્જે લેવામાં આવ્યું હતું. મહત્વનું છેકે પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગ ઉંઘતું હોય તે રીતે ખાણખનીજ વિભાગે કરવાની કામગીરી પોલીસ તંત્ર કરતું હોવાનું સામે આવ્યું હતું,ત્યારે નદીના પટમાં રેતીનું ખોદકામ થતું હોવાની જાણ ખાણખનીજ વિભાગને નહીં હોય કે પછી જાણવા છતાં ખાણખનીજ વિભાગનું તંત્ર આંખ આડા કાન કરીને ખનીજ સંપત્તિના ખનન સામે કોઈ કાર્યવાહી કરતું નહીં હોય તે એક પ્રશ્ન થઈ રહ્યો છે. જોકે શહેરા તાલુકામાંથી બેફામ ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી હોય તેવું જણાય છે.
શહેરા તાલુકાના ઉમરપુર આંબાજેટી પાસે પસાર થતી કુણ નદીના પટ માંથી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ એ રાજેશ ઉર્ફે લાલા ભરવાડનું જે.સી.બી.મશીન પકડી પાડયુ હતું.આ રાજેશ ઉર્ફે લાલા ભરવાડે ભૂતકાળ માં ખાણ ખનીજ વિભાગ ની ટીમ ઉપર હુમલો પણ કર્યો હતો.પાછલા કેટલાક મહિનાઓ થી નદીના પટ વિસ્તારમાં લીઝ નહિ હોવા છંતા રેતી અને મોહરમ કાઢવામાં આવી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હોય ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ ઉપરોક્ત બાબતે ધ્યાને લઈને કડક માં કડક કાર્યવાહી આ સામે હાથ ધરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.
શહેરા વિધાનસભા મત વિસ્તારમાં રેતી ની લીઝ નહિ હોવા છતાં ઉમરપુર, આંબાજેટી , ખોડા, રતનપુર ગામ પાસેથી કુણ નદી પસાર થાય છે કુણ નદી માંથી ખાણ ખનીજ વિભાગ ના નિયમો ને બાજુ માં મૂકીને બેરોકટોક રેતી કાઢવામાં આવી રહી હોય ત્યારે આ સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર આશિષ કુમાર આદેશ કરે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.જિલ્લા કલેકટર સરકારી તિજોરી ને નુકશાન જતુ અટકે તે માટે શું કાર્યવાહી કરશે તેતો આવનારા દિવસોમાં ખબર પડી જશે…
કુણ નદીના પટ ખાતેથી જે.સી.બી મશીન પકડાઈ જતા પોલીસ દ્વારા તેના ચાલક ની પૂછપરછ કરતા જે.સી.બી મશીન આંબાજેટી ખાતે રહેતો રાજેશ ઉર્ફે લાલા ભરવાડનું હોવાનું જણાવ્યું હતુ.પોલીસ દ્વારા જે.સી.બી મશીન ને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. નદીના પટમાં ટ્રેકટરો માં રેતી ભરીને હેરાફેરી થતી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ સહેજ શરમ રાખ્યા વગર આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ખનીજ ચોરી અટકી શકે તો નવાઈ નહીં..