@શ્રીકાંત પટેલ મોરબી
દેશમાં નહીં નમવાની અટંકી ટેક ના કારણે રાન રાન રખડ્યા ભટક્યા પણ અકબર ને નમ્યા નહીં તેવા મેવાડના મહારાણા પ્રતાપનો આજે જન્મદિવસ હોય આજે મોરબીમાં જય માતાજી ગ્રુપના યુવાનો દ્વારા રોડ પર આવતા જતા લોકોને ઠંડા શરબત પીવાનું વિતરણ કર્યું હતું. લોકોમાં આજે દેશ દાઝ ની ભાવના જાગૃત રહે અને દેશમાં મહારાણા પ્રતાપ જેવા અટંકી રાજાઓની છબી લોકોના માનસમાં છવાઈ રહે તેવા એક ઉદાત ભાવનાથી નવા બસ સ્ટેન્ડ પાસે મંડપ નાખીને આવતા જતા લોકોને શરબતનું વિતરણ કરી રહ્યા હતા.