@શ્રીકાંત પટેલ, મોરબી
Morabiના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રામધન આશ્રમ નાં મુકેશ ભગત નાં જણાવ્યા મુજબ મોરબી નાં પરા સમાન મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવ નિમિતે મહંત ભાવેશ્વરીમાં ના સાનિધ્યમાં ધાર્મિક કાર્યો સંપન્ન થયા હતા. જે પાટોત્સવ દરમિયાન ધ્વજારોપણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યાના ભક્તો આ ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત થયા હતા અને તેમણે પાટોત્સવ નિમિત્તે યોજાનાર મહાયજ્ઞનો લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાવિનભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરશનભાઈ, ખીમજીભાઇ મહેશભાઈ, અરજણભાઈ તેમજ કેશુભાઈ સહિતના સેવકો અને બહેનો તેમજ ભક્તોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.