દેશ અને દુનિયામાં લાખોની સંખ્યામાં જેના અનુયાયીઓ છે,તેવા Bageshwar Dhamના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે. સુરતના લીંબાયત સ્થિત નિલગીરી સર્કલ ખાતે આવેલ મેદાનમાં આગામી 26 અને 27 મેના રોજ દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. જે માટે સુરતની Bageshwar Dham આયોજન સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Bageshwar Dhamના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ગુજરાતના અલગ અલગ મોટા શહેરોમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યા છે. જેની શરૂવાત સુરતના આંગણેથી થવાની છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી સર્કલ ખાતે આવેલ વિશાળ મેદાનમાં તેઓ પોતાનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. આ માટે સુરતની બાગેશ્વર ધામ આયોજન સમિતિ દ્વારા દિવ્ય દરબાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લીંબાયતના વિશાળ મેદાનમાં આ દિવ્ય દરબાર આગામી 26 અને 27 મી મેં ના રોજ બે દિવસ સુધી ચાલવાનો છે, જે સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે. આ માટે વિશાળ મેદાનમાં ઓપન સ્ટેજ બનાવવામાં આવશે. વીઆઇપી અને વીઆઈપી બેઠક વ્યવસ્થા પણ અલગથી રાખવામાં આવશે. સામાન્ય જનતા માટે પણ યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતની બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્ય અમિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર 26 અને 27મી મેના યોજાનારા આ દિવ્ય દરબારમાં અંદાજીત બે લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. બેઠકથી લઈ તમામ પ્રકારની બે દિવસ સુધીની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ સહિત સંબંધિત વિભાગની પરવાનગી પણ મેળવી લેવામાં આવી છે.
આ દિવ્ય દરબારમાં ત્રણસોથી વધુ એલઇડી અને ફોકસ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 1 હજાર જેટલા સ્વયંસેવકો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભક્તોની સેવામાં હાજર રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં આવતા ભક્તોને અવગડતા ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે.