·
નાનામોટા દરેક શહેરી વિસ્તારમાં રખડતી ગાય અને આખલાનો ત્રાસ જોવા મળે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ગાય આખલાને પકડવા માટે અવારનવાર ટીમ આવતી હોય હે. અને રોડ રસ્તા પાર રાહદારીઓને હેરાન કરતી ગાય અને આખલાને પકડી લઇ જતી હોય છે. પરંતુ ઘણીવાર આરીતે લઇ જવામાં આવતી ગાય અને આખલાને બહુજ ખરાબ હાલતમાં રાખવામાં આવે છે. ગાય ને માતાનો દરજ્જો હિન્દૂ ધર્મમાં આપવામાં આવ્યો છે. પરંતુ આ પકડેલી ગાયોને બહુ ખરાબ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે.
હિંમતનગર નગરપાલિકા દ્વારા રોડ પરથી પકડેલા આખલાને તડકામાં લોખંડના ડબ્બામાં પુરી રાખવામાં આવે છે. રોડ પરથી પકડેલા આખલાને પાણી ધાસચારા વિના પોસ્ટ ઓફીસ પાછળ સ્મશાન પાસે ભગવાન શિવનું વાહન નંદી મહારાજ ટ્રેકટર માં કેદ છે. હિંમતનગર નગરપાલિકા ની ધોર બેદરકારીને સામે આવી છે.
જ્યાં તડકાથી લોખંડનો ડબ્બો ગરમ થઇ જાય છે. આ ગરમ ડબ્બામાં આખલો કેવી રીતે બેસી શકે તે સૌથી મોટો પ્રશ્ન છે. સાથે બીજી બાજુ તેના માટે ખોરાક કે પાણીની પણ કોઈ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી ન હતી. તડકામાં ગરમ થયેલો ડબ્બો અને પાણી કે ચારા કે પાણીની પણ કોઈ વ્યસ્થા નહીં…આવું વર્તન તો કોઈ રીઢા ગુનેગાર સાથે પણ નહિ કરતું હોય.