@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
માળિયા(મિયાણા)ના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલ ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને ૫૭૬૦ ઈંગ્લીશ દારૂની બોટલ, ૩૪૮૦ બીયરના ટીન અને ૩૪૨૦ ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત ૩૩.૭૬ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક અશોક લેલન ટ્રક આરજે ૧૯ જીએ ૩૮૩૮ વાળું માળિયા તરફ જવાનું હોય જે ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક અણીયારી ટોલનાકા નજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં સંતાડી રાખેલ લાખોનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવતાં પોલીસે ટ્રકમાં રહેલ વ્હીસ્કીની બોટલ નંગ ૫૭૬૦ કીંમત રૂપિયા ૧૭,૨૮,૦૦૦ બીયર ટીન ૩૪૮૦ કીંમત રૂપિયા ૩,૪૮,૦૦૦ ટોમેટો સોસ બોટલ નંગ ૩૪૨૦ કીંમત રૂપિયા ૨,૯૫,૮૦૦, ટ્રક આરજે ૧૯ જીએ ૩૮૩૮ કીંમત રૂપિયા ૧૦ લાખ અને મોબાઈલ કીંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા ૩૩,૭૬,૮૦૦ ની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટ્રકચાલક હનુવંત ખનગારામ ઢોકળારામ બિશ્નોઈ (ઉ.વ.૩૦) રહે. બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે.
જયારે અન્ય આરોપી ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઈ રહે. બાડમેર રાજસ્થાન વાળાનું નામ ખુલતા માળિયા (મીયાણા) પોલીસ મથકમાં મુદામાલ સોંપીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી. એમ. ઢોલ, પીએસઆઈ કે. જે. ચૌહાણ, પીએસઆઈ એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, રામભાઈ મંઢ, નીરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલા તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલો હતો.