- કહેવાય છે ને ડોકટર દેવ ના દૂત હોય છે ત્યારે આઉજ કઈક કેશોદ ની આવકાર હોસ્પિટલ માં બન્યું છે….
કેશોદ તાલુકાના નજીકના એક ગામના 21 વર્ષના નવયુવાને કોઈ કારણો સર ગળે ફાંસી ખાય આપઘાત કરવાનો પ્રયાસ કરેલ હોય ત્યારે ગામના સ્થાનિક રહેવાસી દ્વારા દર્દીને બેભાન અવસ્થામાં સારવાર માટે આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ખસેડવામાં આવેલ આવ્યો હતો ત્યારે આવકાર હોસ્પિટલ ના ડો. કરિશ્મા જેઠવા અને ડો.ચિરાગ જેઠવા ના માર્ગદર્શન દ્વારા દર્દીની હાલત અતિ ગંભીર જણાતા દર્દીને આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવેલ હતો. ત્યારે તાત્કાલિક ડો.ચિરાગ અને ડો.કરિશ્મા તથા આવકાર હોસ્પિટલના એમ.ડી. વીભાગ ના સ્ટાફ ની સખત મહેનત થી 48 કલાક બાદ દર્દીને નવું જીવનદાન પ્રાપ્ત થયેલ છે ત્યારે દર્દીને સંપૂર્ણ સ્વસ્થ રીતે ઘરે મોકલાવવામાં આવ્યો હતો. યુવાન હેમખેમ બચી જતા યુવાન ના પરિવારજ દ્વારા આવકાર હોસ્પિટલના ડોકટરોનો તેમજ હોસ્પિટલ સ્ટાફનો ચોંધાર આંસુએ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.