જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં મહિલાને તેના પતિ દ્વારા હેરાનગતિ હોવાથી 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગેલ હોય જેના પગલે કેશોદ 181 ટીમના કાઉન્સેલર દક્ષા કે.ચાવડા સહ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સિલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે મહિલાને તેના પતિ સાથે નાની વાતમાં ઝઘડો થયો તેથી બંને પતિ-પત્ની અને તેના ૩ સંતાનો સાથે જ્યાં રોજગાર માટે કમાય ને ગુજરાન ચલાવતા હતા તે સ્થળ અને તેના પત્ની તથા ૩ સંતાનને છોડી જવાબદારી ભૂલી તે મહિલાના પતિ તેના માતા-પિતા પાસે ચાલ્યા ગયા. હતા અને મહિલા ૨ માસથી એકલા રહી તેના ૩ સંતાનનું ભરણપોષણ કરતા હતા અંતે તેઓએ ૧૮૧ હેલ્પલાઇનની મદદ લીધી હતી તેના પતિને જ્યારે સમજાવવા માટે સ્થળ પર જઈ બેનના પતિ તથા અન્ય પરિવારના સભ્યો સાથે વાતચીત કરી જવાબદારી શું છે ? ત્તે અંગે ભાન કરાવી તથા બંને પતિ પત્ની વચ્ચે જે મતભેદ થયા હતા તે કાઉન્સેલિંગ કરી દૂર કર્યો હતા અને સાથે રહેવા સંમત થયા જેમાં અંતે દંપતીએ રાજી ખુશીથી સમાધાન કર્યું હતું..