યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ સરકારી આઈ. ટી.આઈ, વાગડોદ મુકામે જી ૨૦ – G20 સમીટ ઉપક્રમે Y 20 યુવા સંવાદ કાર્યક્રમમાં ડૉ.આશુતોષ પાઠકે યુવા સંવાદના પંચામૃત વિષયો ઉપર મનોનીય પ્રવચન આપ્યું. અને જી ૨૦ શું છે અને તેના સભ્ય દેશો ઉપરાંત આમંત્રીત રાષ્ટ્રો તમજ આમંત્રીત આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશે સવિશેષ જ્ઞાન આપ્યુ હતું અને જી ૨૦ની ૧૯૯૯ માં સ્થાપનાથી લઈને અધ્યતન વિકાસનો ચિતાર રજુ કર્યો હતો. યુવા સંવાદ કાર્યક્રમમાં ડૉ. પાઠકે યુવાનોને ૨૧મી સદીના કૌશલ્યો અને ટકાઉ રોજગારી ઉપર સદ્રષ્ટાંત સમઝુતી આપીને મેક ઈન ઈન્ડિયા તેમજ વ્યવસાયમા નાવિન્યતાની અગત્યતા વિશે સવિશેષ જાણકારી આપી હતી.
ગ્લોબલ વોર્મિંગ અને પ્રાકૃતિક આપત્તિ વિશે બોલતા ડૉ. પાઠકે જણાવ્યુ હતું કે વૈશ્વિક ગરમીને નિયંત્રણમાં લેવા માટે આપણે ઉત્સર્જન ને નિયંત્રણમાં રાખીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓ કોઈપણ એક અને ખાસ કરીને ફળાઉ વૃક્ષને પોતાના વિદ્યા સંકુલમાં રોપે અને તેને ઉછેરે સાથે સાથે દેશી કુળના વૃક્ષોને પણ પ્રધાન્ય આપવાની હિમાયત કરી હતી તેમજ વાતાવરણ માં પ્રાણવાયુની માત્રા જાળવવા પિંપળ, વડ, આસોપાલવ વગેરેના વૃક્ષોને પણ મિયાવાકિ પધ્ધતી થી ઉછેરવાની ચર્ચા કરી હતી.
યુવાનોમાં નાગરિકત્વની તેમજ દેશપ્રેમની ભાવના વિકસે તે હેતુથી યુવા સંવાદમા યુવાનોનો લોકશાહીમાં શુ ફાળો હોવો જોઈએ તેની ચર્ચા કરીને સંસદીય લોકશાહી અને પ્રમુખપદીય લોકશાહીના ભેદ વિશે ચર્ચા કરીને લોક પ્રતીનિધીના ગુણોથી યુવાનોને અવગત કરાવ્યા હતાં અને હાલની વૈશ્વિક ધ્રુવિકરણની પરિસ્થીતીમાં વિશ્વ શાંતી માટે ભારતના વલણથી યુવાનોને વાકેફ કર્યાં હતાં.
સાથેસાથે હાલમા જ્યારે સમગ્ર વિશ્વ વૈશ્વિક કોવિડ – ૧૯ની મહામારીની પીડામાંથી ઉભરી રહ્યું છે ત્યારે ભારતની એન્ટી કોવિડ રસીની ઉપલબ્ધી અને પહેલું સુખ તે જાતે નર્યા ની ઉક્તીની યથાર્થતાની સમજણ આપીને પોષણયુક્ત આહારની અગત્યતા સમજાવીને મિલેટ યર એટલે કે બાજરી, જુવાર, મકાઈ અને રાગી જેવા અનાજનુ વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે તંદુરસ્તી માટે આ પ્રકારના અનાજનું શારિરીક તંદુરસ્તીમાં ઘણું મહત્વ છે અને આંતરડા ને જે ફાઈબર આવા જાડા અનાજમાંથી મળે છે તે અન્ય કોઈ બાહ્ય પોષક પુરક અન્ન તત્વમાંથી નથી મળતાં તેની ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમા સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી લિમ્બાચિયા સાહેબ, નાયબ મામલતદારશ્રી. આશિષભાઈ ચૌધરી, આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રકટર. રાણા સાહેબ, યુવા ભાજપા પ્રમુખ ભરતજી ઠાકોર, સરસ્વતી તાલુકો, આઈ.ટી.આઈ કર્મચારીઓ અને અન્ય પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
@partho pandya