@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા બીમાર પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હોસ્પિટલ માંથી રજા લઇ લીધેલી . જેની જાણ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સેવભાવી યુવાન અજય લોરીયાને થતા તેઓએ તાત્કાલિક તેમના ઘરે જઈ અને તેમના પરીવારને એકાવન હજાર નો
ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલ નો ખર્ચ ઉપાડવા ની તૈયારી બતાવતા યુવાન ને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અહી એ વાત જણાવી દઈએ કે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સેવભાવી યુવાન અજય લોરીયાએ અનેક સેવાભાવી કામગીરી કરી છે તેમાં આ એક નો વધારો થયો છે.