તા ૨૩ / ૫ /૨૦૨૩ ના રોજ માનવ અધિકાર અને મહિલા વિકાસ સંગઠન ની હેઠળ રાષ્ટ્રીય મહા મંત્રી કાળુભાઇ જાઁબુચા તેમજ ભાવનગર શહેર પ્ર્મુખ હિરેનભાઈ વાઘેલા તથા ચીટફંડ કંપની ના એજન્ટૉ કલ્યાણભાઈ ડાભી,કરમશીભાઇ ધોરિયા, , મેઘજીભાઇ જાઁબુચા, બાબુભાઈ સનેસ, મહેશભાઇ રાઠોડ ની ટીમ ભાવનગર કલેકટર સાહેબ ને રજુઆઅત કરવા માટે ગયેલ કે, ભારત ભરમાં ચાલતી કંપની જેવી કે પી.એ.સી.એલ સહારા વગેરે હજારો કંપની સરકારશ્રીએ ૨૦૧૪ આસપાસ બંધ કરાવીને દરેક કંપનીની પ્રોપટી સીલ કરેલ છે ને તેના ચુકવણા માટે અનિયમિત જમાકર્તા પાબંધી કાનુન) THE CONSUMER PROTECTION ACT, 2019 નામનો કાયદો સંસદમાંથી પસાર કરવામાં આવેલ છે. તેમાં દરેક રાજ્યના જિલ્લા અધ્યક્ષ કાર્યાલયે આવેદન સ્વીકારવાનું જણાવેલ છે ને હાલ ૧૪ રાજ્યો મા જેવા કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ,પંજાબ જેવા એવા ઘણા રાજ્યોમાં ભુગદાન આવેદન પત્ર સ્વીકારવાનું ચાલુ છે. તો ભાવનગર જિલ્લામાં હજારોની સંખ્યામાં એજન્ટ મિત્રો છે અને લાખોની સંખ્યામાં કસ્ટમર છે અને ઘણા એજન્ટ મિત્રો કસ્ટમરના દબાણથી આપઘાત પણ કરેલ છે. અને ઘણા એજન્ટની મીલ્કત કસ્ટમરોએ હડપ કરી છે અને ઘણા એજન્ટ હીજરત કરી ગયેલ છે. તો આપ સાહેબને નમ્ર વિનંતી કે ભુગદાન આવેદન સ્વીકારવાનું ચાલુ કરો અને વહેલી તકે દરેક કસ્ટમરના પૈસા પરત મળે તેવી કલેક્ટર સાહેબશ્રી ને રજુઆત કરેલ.