- અમદાવાદ ની એક પાર્ટી એ રૂપિયા એક કરોડ 30 લાખ બે હજાર 933 ના એરંડા ખરીદ કર્યા પછી માત્ર રૂપિયા 45,5,736 ચૂકવ્યા, બાકીની ઉઘરાણી બાબતે ફાયરીંગ કરવાની ધમકી આપી
@Partho pandya, patan
હારીજ શહેરમાં એરંડા અને વિવિધ પાકોની એજન્સી ધરાવતા પેઢીના માલિક સાથે અમદાવાદ ની એક દલાલ પેઢીએ એરંડાની ખરીદી મોટા પ્રમાણમાં કર્યા બાદ 30% જેટલી રકમ આપી હતી અને બીજી રકમની ઉઘરાણી કરતા અમદાવાદની પેઢીના બાપ દીકરાએ હારીજના વેપારીને બાકીના રૂપિયા નહિ આપવા સાથે ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હરીજ ના વેપારીએ ચાર વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપ હતી આ અંગે હારીજ પોલીસ સ્ટેશન નોંધાયેલ ફરિયાદમાં હારીજમાં રહેતા ગુણવંતભાઈ પ્રભુરામ ઠક્કર જેવો શ્રી કલ્પતરુ ફિલ્ સ્ટોક નામની વાઘેલ રોડ સ્થિત એક ટ્રેડિંગ કંપની ચલાવે છે અને તેઓ એરંડા સહિત વિવિધ જણશો નું દલાલીનું કામ કરે છે.
તેમણે એક મહિના પહેલા અમદાવાદની હર્ષદકુમાર ચંદુલાલ એન્ડ કંપનીના માલિક પટેલ અરવિંદભાઈ સાથે એરંડા વેચાણ આપેલ અને એ માલની કિંમત રૂપિયા એક કરોડ 30 લાખ બે હજાર નવસો 33 થતી હતી હારીજ ના વેપારીએ અમદાવાદના વેપારી સાથે વેચાણ કર્યા બાદ અમદાવાદના વેપારી અરવિંદભાઈએ 45 લાખ 5,746 ની રકમ ચૂકવી હતી જ્યારે બાકીની રકમ 85 લાખ 70,187 લેવાની નીકળતી ત્યારે હારીજ ના ગુણવતભાઈએ બાકી રકમ ની ઉઘરાણી કરતા અમદાવાદના વેપારીએ ખોટા ખોટા વાયદા બતાવ્યા હતા.
બાકીની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરતા હતા અને વેપારી ક્યાંક જતા રહ્યા ત્યારે અમદાવાદના અરવિંદભાઈએ મહેસાણાના ચૌધરી ગીરીશભાઈ ગોવિંદભાઈ ને વાત કરતા ગીરીશભાઈએ હારીજ ના વેપારી ગુણવંતભાઈ ને ધમકી આપી હતી અને તેમના પર ફાયરિંગ કરવાની ચીમકી આપતી હતી આ બનાવમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં પટેલ અરવિંદભાઈ ચંદુભાઈ રહે જય અવિના સોસાયટી મારુતિ નંદન કોમ્પ્લેક્સ કે કે નગર રોડ ઘાટલોડીયા અમદાવાદ તેમનો દીકરો ધ્રુવ અરવિંદભાઈ પટેલ તેમજ ચૌધરી ગીરીશભાઈ ગોવિંદભાઈ અને તેમના પિતા ચૌધરી ગોવિંદભાઈ વીરચંદભાઈ રહે મંગલમ સોસાયટી રાજપુત હોટલ પાસે નાગલપુર હાઇવે મહેસાણા વિરુદ્ધ વિશ્વાસઘાત ઠગાઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ છે