@પરેશ પરમાર, અમરેલી
રાજુલાના મારૂતીધામ તળાવમાં કાર તળાવમાં ખાબકી છે. કર ચાલકે કર પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. પાણી ભરેલા તળાવમાં સ્વીફ્ટ કાર ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી.
જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે. તળાવમાંથી કાર સહિત 3 જેટલા લોકોને બહાર કઢાયા હતા. જેમાં એક વ્યક્તિને ઇજા પોહચી હતી. ક્રેઈન મારફતે કારને તળાવ માંથી બહાર કાઢવામાં આવી હતી.
નગરપાલિકાની બચાવ ટીમ અને પોલીસની મદદથી ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા.
Related Posts
Add A Comment