@પરેશ પરમાર, અમરેલી
અમરેલી, તા. ૨૬ મે,૨૦૨૩ (શુક્રવાર) જિલ્લા મહિલા અને બાળ કચેરી, અમરેલીના માર્ગદર્શન તળે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર-અમરેલીનાં કર્મચારીઓ દ્વારા જાફરાબાદ, રાજુલા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજનાના પેમ્પલેટ વિતરણ કરી તથા સ્ટીકર લગાવી વિવિધ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી મદદ તથા વન સ્ટોપ સેન્ટર-અમરેલી વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી.
મહિલાઓને વધુમાં જણાવવામાં આવ્યું કે, સખી વન સ્ટોપ સેન્ટર-અમરેલી એ મહિલાઓની મદદ માટે ૨૪/૭ કાર્યરત છે. હિંસાથી પીડિત બહેનોને સેન્ટર પર પોલીસ, કાનૂની અને તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય, સામાજિક પરામર્શ સહિતની મદદ એક જ છત હેઠળ ત્વરાએ પૂરી પાડવામાં આવે છે, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સખી વન સ્ટોપ સેન્ટરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.