@partho pandya, patan
કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા પાટણ જિલ્લા ની નેરોગેજ લાઈન જે રણુજ વાયા ચાણસ્મા બેચરાજી હતી એ ટ્રેનને પાંચ દાયકા સુધી ચાલુ હતી ને હવે નેરોગેજમાંથી બ્રોડગેજના પરિવર્તનની કામગીરી હાથ ધરાઇ છે આ વખતે ના રેલ્વે બજેટમાં જે બજેટ ફાળવવામાં આવ્યું હતું એને લઈને અહીં રણુજ થી વાયા ચાણસ્મા બહુચરાજી સુધી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે રણુજ થી બેચરાજી જે 40 km નો રેલવે ટ્રેક બની રહ્યો છે તે રેલવે ટ્રેક ની કામગીરી સામે સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે ચાણસ્મા ના ગ્રામજનોનું એવું કહેવું છે કે બ્રોડગેજની કામગીરી સામે અમને કોઈ વાંધો નથી વિકાસના કામો થાય અમને કોઈ જ વાંધો નથી પરંતુ જે કોન્ટ્રાક્ટર છે જેનું ટેન્ડર હતું તેના બદલે હાલ સબ કોન્ટ્રાક્ટર માં કામ કરી રહ્યા છે અને અહીં જે કામગીરીમાં મટીરીયલ વપરાઈ રહ્યું છે તેની ક્વોલિટી બરાબર નથી અહીં જે બીમ અથવા નાના પિલ્લર ભરવાની કામગીરીમાં પાણીનો વપરાશ થાય છે તે પાણી એકદમ ખારું હોય લાંબા સમય સુધી મજબૂત નહી રહી શકે તેમ ગ્રામજનો એ જણાવ્યું હતું.
વિઝન.
અત્રે ના રહીશો ને હાલ જે પુલ કે રોડ રસ્તા બની રહ્યા છે તેની ફરિયાદો વધુ આવતી હોય આ રેલવે ટ્રેક મજબૂત બને તેવી માંગ છે
આ બાબતે સ્થાનિક લોકો સાથે ચેક કરતા સેન્ટીંગના કામમાં જે પાણી વપરાય છે તે એકદમ ખારું હોવાનું જણાય તો ત્યારે રેલવે સત્તાવાળાઓએ અત્રેની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય કરવા આ વિસ્તારના રહીશોની માંગ ઉઠી છે