@partho pandya, patan
પાટણના શંખેશ્વરના ખારસોલ ખાતે તળવમાં બે બાળકોના ડૂબી જતા મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કાળઝાળ ગરમીથી રાહત માટે વાડીમાંથી ત્રણ બાળકો તળાવે પહોંચ્યા હતા. અને ત્રણ બાળકોમાંથી 13 અને 17 વર્ષના કાકા-બાપાના ભાઈઓ તળાવમાં નહાવા પડ્યા હતા. દરમિયાન બંનેના ડૂબી જતા મોત થયા છે..
શંખેશ્વર નજીક ખારસોલ તળાવમાં 2 સગીર બાળકો ડૂબી જવાની ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કાકા-બાપાના ભાઈઓ ગરમીના કારણે તળાવમાં નાહવા પડ્યા હતા. ત્યારે બનેલી દુઃખદ ઘટનાને લઈ દેવી પૂજક સમાજના પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
ઘટના બાદ બંનેના મૃતદેહને શંખેશ્વર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જ્યાં હાજર તબીબે બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા. ત્રણ બાળકો વાડીએ રમવા માટે ગયા હતા એમાંથી આ બંન્ને ન્હાવા પડ્યા હતા, દરમિયાન ઘટના બનવા પામી હતી. આ બનાવથી દેવીપુજક વાસમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.