ધોરણ ૧૦ પાસ માટે એડમીશન મેળવી કારકિર્દી બનાવાવની ઉતમ તક
રાજ્યમાં શ્રેષ્ઠ આઈ.ટી.આઈ પારિતોષિક અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩ માં ગવર્મેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ તળાજાએ ભાવનગર જિલ્લાની તમામ સંસ્થાઓમાં ૧૧૫ ગુણાંક સાથે પ્રથમ સ્થાન અને રાજકોટ વિભાગના ૧૨ જીલ્લામાં બીજુ સ્થાન મેળવેલ છે. તાલુકાના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેના થકી તેઓ રોજગારી મેળવતા થાય તે માટે આઈ.ટી.આઈ તળાજાના પ્રયત્નોથી છેલ્લા ત્રણ વર્ષમાં આઈ.ટી.આઈ કરેલ ૫૦૦ થી વધુ તાલીમાર્થીઓએ ફોર્ડ, હોન્ડા, મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, શક્તિમાન એગ્રો, નેસ્લે ઇન્ડિયા જેવી મલ્ટીનેશનલ કંપનીઓમાં તેમજ GETCO, ONGC, રેલ્વે, PGVCL, GSRTC જેવા સરકારી/અર્ધસરકારી એકમોમાં પણ રૂપિયા-૧૩૦૦૦ થી ૨૨૦૦૦ સુધીના માસિક પગારથી નોકરી મેળવવામાં સફળ થયેલ છે.
સંસ્થા ખાતે મિકેનિક ડીઝલ, ફીટર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્લમ્બર કોર્ષમાં એડમીશન હાલમાં શરુ છે. ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ ના એક અથવા બે વર્ષના કોર્ષમાં એડમીશન મેળવી કારકિર્દી બનાવવાની આ ઉતમ તક છે તેમ આચાર્ય જયભાઈ દવે દ્વારા જણાવ્યું હતું. એડમીશન લેવા માટે આઈ.ટી.આઈ ખાતે વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે અથવા ઉમેદવાર જાતે http.itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૨૫/૦૬/૨૦૨૨ છે. વધુ માહિતી માટે માં આઈ.ટી.આઈ તળાજા, મામલતદાર કચેરી સામે,રોયલ ચોકડી નજીકની રૂબરૂ મુલાકાત લેવી અથવા ફોન નં:-(૦૨૮૪૨)૨૨૨૦૭૫ પર સંપર્ક કરી શકાશે.
પી.ડી ડાભી તળાજા ભાવનગર