ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: ૨૫/૦૫/૨૦૨૩ ગુરૂવાર અંજાર તથા ભૂજ ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,
જેમાં અંજાર ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
1 નગરપાલિકામાં ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર,
2 અંજારના ૧૦ ગામ GDA માથી કાઢી ADA માં દાખલ કરવાની વર્ષોથી દરખાસ્ત પડતર, નગરજનોને ઘોર અન્યાય.
3 કચ્છના બે જીલ્લા બનાવવા
4 શહેરમાં રોડ,ગટરની, સ્ટ્રીટ લાઇટ અપૂરતી સુવિધા, લોકોને હાલાકી
5 શિક્ષણ, આરોગ્ય ખાતુ, તાલુકા પંચાયત બધે જ સ્ટાફની ઘટ.
6 નશીલા દ્રવ્યોનું વેચાણ ખુલ્લેઆમ થાય છે.
7 ઉદ્યોગ હોવો છતાં સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળી રહી.
8 ભાજપના માથાભારે લોકો દ્વારા ખનીજ ચોરી ખુલ્લેઆમ.
9 સુજલામ સુફલામના તળાવોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર.
10 ગૌચરની જમીનોમાં મોટા પાયે દબાણો.
11 લઘુમતી માટેની ૨૦૦૯ની સચ્ચર સમિતિના અહેવાલનો અમલ કેમ નથી કરવામા આવતો.
12 વ્રુદ્ધ પેન્શનનો લાભ બધાને મળે તેવી માંગ.
13 NFSAનો લાભ જનતાને મળતો નથી અને તેના માટે પૈસા માંગવામા આવે છે.
14 લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો હોવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.
15 સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામા આવતી નથી અને કોન્ટ્રાકટ પ્રથામાં શોષણ થઈ રહ્યુ છે
સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
ભૂજ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. માછીમારોના જાળ અન્ય યોજનાકીય ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર.
૨. નગરપાલિકા દ્વારા વધરે પડતો ટેકસની ઉઘરાણી.
૩. ભુજ નગરપાલિકામા બ્રિજ, ટ્રાફિક સિગ્નલ, તેમજ સિટી બસ જેવી માળખાગત સુવિધાઓ સેવા બંધ હાલતમાં છે.
૪. બન્નીપછમ વિસ્તારના લોકોને રાજકિય કિન્નાખોરી કરી કાયદાકીય અધિકારો થી વંચિત રાખવામાં આવ્યા છે, વિજળી નથી મળતી, પાકા રોડની સુવિધાઓ, પાણી સુવિધાઓ મળતી નથી.
૫. સહકારી સંસ્થાઓ દ્વારા
પશુપાલકો તેમજ દૂધ ભરનાર ને ૪૦ રૂપિયા આપવા માં આવે છે જ્યારે બહાર બજાર માં ૬૦ રૂપિયે વેચવામાં આવે છે.
૬. સરહદીય વિસ્તારના ગામો માં પ્રાઇવેટ કંપની દ્વારા જબરજસ્તી જમીન પાડવાની ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.
૭. ભુજ સીવીલ હોસ્પીટલ માં ટ્રોમા સેન્ટર જેવી જરૂરી સુવિધાની વ્યવસ્થા નથી, અનેક લોકો મ્રુત્યુ પામ્યાં છે.
૮. G20 નાં કાર્યક્ર્મ અંતર્ગત ભુજના લારી ફેરિયા વાળાને બળજબરી પૂર્વક હટાવવા માં આવ્યા.
૯. ભુજના સ્થાનિક યુવાઓ રોજગારી થી વંચિત.
૧૦. માંડવી મુંદ્રા બંદર નું ડ્રેજીંગ થતું નથી.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ખુબ મોટી સંખ્યા માં અંજાર તથા ભૂજ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.
અંજાર તથા ભૂજ જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા , જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રાપર વિધાનસભાના ઉમેદવાર ભચુભાઈ આરઠીયા, પૂર્વ સંસદસભ્ય, ધારાસભ્ય ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.