patan જિલ્લામાં પાટણની એપીએમસી એટલે પાટણ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું વિભાજન કરી સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાહેર થઈ હતી. હવે નવાઈની વાત તો એ છે કે મેરા દેશ બદલ રહા હૈ ચૂંટણી યોજાઈ રહી છે 18 મી ઓગસ્ટના રોજ પરંતુ સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માળખાગત સુવિધાઓ મકાન કે અન્ય કોઈ જ વ્યવસ્થા નહીં હોવા છતાં ચૂંટણી થઈ રહી છે.
ગુજરાત રાજ્યના ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયમો દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરસ્વતીની ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની બે એમ કુલ ૧૬ બેઠકની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું છે જાહેરનામાં માં સાતમી ઓગસ્ટ થી પ્રક્રિયા 11 મી ઓગસ્ટ સુધી ચાલશે 18 મી ઓગસ્ટે મતદાન થશે અને 19 મી ઓગસ્ટ પરિણામ જાહેર થશે નવાઈની વાત તો એ છે કે છેલ્લા પાંચ વર્ષથી કાગળ ઉપર ચાલતી આ સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેની મુદત પૂરી થવામાં આવી રહી છે અને હવે ફરી એક વાર ચૂંટણીનો માહોલ સર્જાયો છે
@alkesh pandya, patan