જૂનાગઢ ભાવનગર રૂટની એસટી બસનો ડ્રાઇવર નશામાં શંકાસ્પદ હાલતે ઝડપાયો હતો. જૂનાગઢથી બગસરા એસટી ડેપોએ બસ પહોંચતા સિક્યુરિટીને જાણ થઈ હતી. બગસરા ડેપો પર સિક્યુરિટીએ બ્રીથએનેલાઇજર (મશીન )મુકતા ડ્રાઈવરનો ભાંડો ફૂટ્યો હતો.
બગસરા એસટી ડેપો પર ડ્રાઈવરને ઉતારી બગસરાથી અન્ય ડ્રાઇવરને રૂટ પર મોકલાયો હતો. મુસાફરો ભરેલ એસટી બસ જૂનાગઢથી નશામાં ધૂત ડ્રાઇવર બગસરા સુધી બસ હંકારી ગયો હતો. બગસરા ઇન્ચાર્જ ડેપો મેનેજરે નશામાં ધૂત ડ્રાઈવરને ડેપોએ બેસાડી અન્ય અધિકારીઓને જાણ કરી હતી.
ઇન્ચાર્જ ડેપો મેનેજરને મીડિયા દ્વારા રૂબરૂ માહિતી પૂછતાં ભડકી ગયા હતા. અને જણાવ્યું હતું કે, કહ્યું પીધેલ છે તો શુ થયું…..? પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે પગલાઓ શુ લેશેએ મોટો તંત્ર સામે સવાલ………