@partho pandya patan
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આજે 27 મે 2023 ના રોજ ડ્રોન ટેક્નોલૉજી, ટેલિસ્કોપ અને ડિજિટલ માઈક્રોસ્કોપ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધેલ હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ડ્રોન ટેક્નોલોજી, ટેલિસ્કોપ અને ડિજિટલ માઇક્રોસ્કોપ ના વિવિધ પાસાઓ ના નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અભિભૂત થઇ ગયા હતા. ત્યારબાદ, સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડૉ.સુમિત શાસ્ત્રીએ સાયન્સ સેન્ટર ની વિવિધ ગેલેરીઓ અને વિધાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે સાયન્સ સેન્ટર કઈ રીતે ઉપયોગી બની શકે તેના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.