@મોહસીન દાલ, ગોધરા
મળતી માહિતી અનુસાર એક્સઠ પાટીયા પાસે એક મહિલા Sawatriben dalvai આંટાફેરા કરતી કાંકણપુર(kankanpur) પોલીસને નજરે પડી હતી. કાંકણપુર(kankanpur) પોલીસે આ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ આવીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને જાણ કરતા જ અભયમની(abhayam) ટીમ પોલીસ મથકે પહોંચી આ મહિલાનુ રેસ્ક્યુ કરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી.
ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટરના(Sakhi One Stop Center) કેન્દ્ર સંચાલક અને સ્ટાફ દ્વારા મહિલાનુ સતત કાઉન્સેલીંગ કરતા આ મહિલાએ પોતાની દીકરીનું નામ ઉડકાબેન ચંદ્રાવતી, આંગણવાડી પાસે હુલકુંદનું સરનામું આપ્યું હતું. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમના કેન્દ્ર સંચાલક રીંકુબેન પંચાલ, કેસ વર્કર મીનાબેન પટેલ અને શીતલબેન પારેખ એ કર્ણાટકના બેલગામ ઓ.એસ.સી., કાનવર ઓ.એસ.સી. અને બીજાપુર ઓ.એસ.સી. સાથે સંકનલ કરી ઉપરોક્ત એડ્રેસ ઉપર તપાસ કરવામાં આવી હતી. તા. ૨૪’ મી મે ના રોજ તેમની દીકરી ઉડકાબેનને ઓ.એસ.સી.ના કર્મચારી મીનાબેન પટેલ દ્વારા વિડિઓ કોલ મારફતે સંપર્ક કરીને આ મહિલાની વિગતો આપવામાં આવી હતી. જ્યારે આ મહિલાની દીકરીએ માતા સાવત્રીબેન સાથે વિડિઓ કોલ થકી વાત કરીને આ મહિલા સાવત્રીબેન પોતાની માતા થાય એવું જણાવ્યું હતું. અને તા.૨૬’મી મે ના રોજ દીકરી ઉડકાબેન અને જમાઈ મારુતિ ચંદ્રગીરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા માટે આવ્યા હતા જયારે મહિલા સાવત્રીબેનને સહીસલામત જોઈ પરીવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો. અને આ સખી વન સ્ટોપ ની ટીમે આ મહિલાને પોતાના પરીવારજનો સહીસલામત સુપ્રત કરતા જ પરીવારજનો એ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર માન્યો હતો.
Sweden Sex Championship 2023 : સ્વીડનમાં યોજાશે વિશ્વની પ્રથમ ‘સેક્સ’ ચેમ્પિયનશિપ! જાણો ક્યારે યોજાશે આ સ્પર્ધા? |
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..