@PARESH PARMAR, AMRELI
દિન પ્રતિ દિન ગરમીનો પારો વધી રહ્યો છે જેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે આજરોજ અમરેલી ફાયર વિભાગ દ્વારા આવી બે આગો નો સામનો કરવામાં આવ્યો હતો. વિસ્તૃત અહેવાલ મુજબ તારીખ 8 /6/ 2023 ના રોજ અનુક્રમે અમરેલી- ગાવડકા ચોકડી પર ચોકડી પાસે ધીરુભાઈ સીતારામ ના વાડીના ગેટ પાસે આવેલ ટ્રાન્સફોર્મરમાં તેમજ આજરોજ તારીખ 9 /6/ 2023 ના લીલીયા રોડ પર આવેલ નાગનાથ પેટ્રોલ પંપ સામેના વીજળી પોલ પર અચાનક વાયરીંગમાં આગ લાગવાની ઘટના બનેલ તેની ટેલીફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની રાહબરી નીચે ફાઈટ ટીમ તુરંત બંને ઘટના સ્થળે પહોંચી અને ABC ટાઈપ ડ્રાય કેમિકલ પાવડરના 6kg એક્સ્ટ્રીગ્યુશર નો ઉપયોગ કરી આગ પર પ્રાથમિક ધોરણે જ કાબુ કરવામાં આવેલ છે અને આગને વધુ વિકરાળ બનતા અટકાવેલ છે આ કામગીરી કરનાર સ્ટાફ નીચે મુજબ છે (1)આનંદભાઈ જાની (2)નિલેશભાઈ સાનિયા (3)સાગરભાઇ પુરોહિત (4)જયવંતસિંહ પઢિયાર (5) હર્ષપાલસિંહ ગઢવી (6)જયદીપભાઇ ઇસોટીયા (7)વિજયભાઈ ,ધવલભાઈ, યોગેશભાઈ
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?