@sohil dhada, zalod
ઝાલોદ ખાતે મુવાડા વિસ્તારમા એક હત્યાનો બનાવ બન્યો હતો. યુવતીને ભગાવી જવાના કિસ્સામાં યુવક હત્યા કરી નાખવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પત્ની સાથે સાસરીમાં આવેલા જમાઈને કેટલાક શખ્સોએ ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સમગ્ર મામલો યુવક અને યુવતી પ્રેમસંબંધ હોવાના કારણે યુવક યુવતી ભગાવી ગયો હતો ત્યારે સમગ્ર મામલો પંચ સમક્ષ આવતા વાટાઘાટો કરી આપવાની ચર્ચા ચાલતી હતી તે દરમિયાન જ છોકરીના કાકા યુવકના ઘરે ધસી જઇ ઘરે આવેલા છોકરાના બનેવીને અપશબ્દ બોલી “તારો સાળો છોકરી લઇ નાસી ગયો તેનો નિકાલ હજી સુધી કેમ નથી કર્યો …?તેવુ કહી યુવકના બનેવીને પેટ તેમજ ગુપ્ત ભાગોમા ગંભીર ઇજા પહોચે તેવો માર મારવામા આવ્યો હતો તે દરમિયાન પેટ તેમજ ગુપ્ત ભાગોમા ગડદાપાટુ નો માર મારી ત્યાર પછી છોકરીનો કાકો ત્યાથી ફરાર થઈ ગયો હતો.
ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેડા ફળિયામાં રહેતા 35 વર્ષીય અરવીંદભાઈ ચંદુભાઈ ડામોર ગઈકાલે તેની પત્ની વિનુબેન ઉર્ફે ભુરીબેનને સાથે લઈ ઝાલોદ મુવાડા, મંદીર ફળિયામાં પોતાની સાસરીમાં મહેમાનગતી માણવા આવ્યા હતા. તે વખતે ઝાલોદ મુવાડા મંદીર ફળિયામાં રહેતો આશીષભાઈ નાથાભાઈ વસૈયા, અરવીંદભાઈ ડામોરની સાસરીમાં આવી ઘરમાં પ્રવેશી અરવીંદભાઈને ગાળો બોલી તકરાર કરવા લાગ્યો હતો.
આજે તને જીવતો છોડવાનો નથી તેમ કહી મારવાની શરુઆત કરી
તારો સાળો ગોપાલ અમારી છોકરી સેજલને લઈ ગયેલો તેનો નિકાલ કેમ કરતો નથી, આજે તો તેને જીવતો છોડવાનો નથી, મારી નાંખવાનો છે, તેમ કહી અરવીંદભાઈ ચંદુભાઈ ડામોરને પેટના ભાગે તથા ગુપ્ત ભાગે લાતો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ સંબંધે મરણ જનાર અરવીંદભાઈ ડામોરની પત્ની વિનુબેન ઉર્ફે ભુરીબેન અરવીંદભાઈ ડામોરે ઝાલોદ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઝાલોદ મુવાડા મંદિર ફળિયાના આશિષભાઈ નાથાભાઈ વસૈયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?