ગતરોજ તાઃ 26/7/23, ના રોજ AiA પ્રમુખ જશું ચૌધરી , ઉપ પ્રમુખ સહીત ઓફિસ બેરર , ભૂતપૂર્વ પ્રમુખો એન.કે.નાવડીયા, પ્રબોધ પટેલ , ચંદુ કોઠીયા , મહેશ પટેલ , રમેશ ગાબાણી તેમજ નટુ પટેલ સહીતની MCM મેમ્બરો, તેમજ CPC મેન્યુફેક્ચરર ટીમ સહીત ગાંધીનગર ખાતે મુળુભાઈ બેરા (મંત્રી, મિનિસ્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરોમેન્ટ , કલાયમેટ ચેન્જ GOG ), નાઓની ઓફિસ ખાતે તેઓની અઘ્યક્ષતાએ GPCB ચેરમેન આર.બી બારડ – IAS, MS ડી.એમ. ઠાકર , યુનિટ હેડ , NcT CEO સહીતની ટિમ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ યોજાઈ . જેમાં AiA ટીમ દ્વારા અંકલેશ્વર એસ્ટેટને લગતા તમામ પ્રશ્નોની તેમજ પાછલા વર્ષ દરમિયાન થયેલ કામો અને પાઈપલાઈન પ્રોજેક્ટો વિગેરેની ગહન ચર્ચા થઇ મંત્રીએ તમામને શાંતિથી સાંભળીને યથા યોગ્ય , ત્વરિત કરવાની વાત કરી. ખાસ કરીને ડ્યુલ ડિસ્ચાર્જ પોલિસી , રૂલ -9 , CPC એક્સપાન્સન , વરસાદ હોય ત્યારે ઓવરફ્લો થતા પંપીંગ સ્ટેશનો મુદ્દે , જુના 5 MLD ડિસ્ચાર્જ મુદ્દે તુરંત કાર્યવાહી કરાશે , તેમજ NCT મેમ્બરોની ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈન ની પૂર્ણ થયેલ કાર્યવાહી , nct માં થયેલ અપગ્રેડેશન , 70% કામ પૂર્ણ થયેલ AWML તેમજ એન્વાયરોમેન્ટના તમામ મુદ્દે સહયોગ આપવાની ઠોસ ખાતરી આપેલ. એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી તેમજ ટીમ આવનારા દિવસોમાં GPCB દ્વારા અપાયેલા સૂચનોને ધ્યાને લઇ સતત કામ કરશે અને અંકલેશ્વર GiDCને તેની સર્વોચ્ચ કક્ષાએ લઇ જશે તેવી ખાતરી આપી.
@મુનિર પઠાન, ભરૂચ
માતા-પિતાએ પોતાના આઠ મહિનાના બાળકને iPhone ખરીદવા માટે વેચ્યું
slum tourism : જેના કારણે ધારાવીમાં તાજમહેલ કરતાં પણ વધુ કમાણી થઈ રહી છે