લુણાવાડા T.D.O.એ આ તળાવ P.W.D.ને સુપ્રત કર્યુ હોઈ દબાણો દૂર કરાવેનો જવાબ…..
——————————-
લુણાવાડા થી માત્ર ૪ કી.મી.ના અંતરે આવેલા ગોહિલના મુવાડા ગામના રાવળા તળાવની ૨૦ હેકટર જમીનોમાં દબાણોનો સ્વીકાર વહીવટી તંત્ર કરે છે.પરંતુ જવાબદારીઓ લેવા કોઈ તૈયાર નથી.!!
મોહસીન દાલ, ગોધરા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી અંદાઝે ૪ કી.મી.ના અંતરે આવેલા ગોહિલના મુવાડા ગામના ૪૫ હેકટરનું સ્ટેટ સમયનું રાવળા તળાવની સરકારી જમીનમાં ૨૦ હેકટર જમીનો ઉપર દબાણો થઈ ગયા હોવાનો લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના તપાસ અહેવાલમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ ૧૯૫૯માં ૧૭ ગામોને પિયત સુવિધાઓ આપતા આ રાવળા તળાવનો ચાર્જ જે તે સમયે પી.ડબ્લ્યુ.ડી. ખાતાને સુપ્રત કરવામાં આવ્યો હોય આ ગોહિલના મુવાડા ગામના ઐતિહાસિક એવા રાવળા તળાવની સરકારી જગ્યા માંથી દબાણો દૂર કરવાના આ ગંભીર મુદ્દામાં વહીવટી તંત્ર એક બીજાને ખો આપીને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી ની લાચારીઓનો અહેસાસ ગ્રામજનો ભોગવી રહયા છે.
લુણાવાડા તાલુકાના ગોહિલના મુવાડા ગામના દિગ્વિજયસિંહ સોલંકી દ્વારા રાવળા તળાવના અસ્તિત્વને નષ્ટ કરી દેનારા ગેરકાયદે દબાણો અંગે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દો રજૂ કર્યો હતો. આ સંદર્ભમાં વિસ્તરણ અધિકારી વરધરી દ્વારા તા.૨૦-૦૭-૨૦૨૩ના તૈયાર કરવામાં આવેલ સ્થળ તપાસ સાથેના અહેવાલમાં ખાતા નં.૫૯ અને રે.સર્વે.નં.૧ ૪૫ હેકટરના રાવળા તળાવમાં ૨૦ હેકટર જેટલી જમીનો ઉપર દબાણો થતા આ તળાવમાં ૧૦ ફૂટ પાણી ભરાઈ એટલે ઓવર ફલો થઈ જાય છે. એની સીધેસીધી અસર ગોહિલના મુવાડા ગામના રહીશોને થાય છે. આ દબાણો દૂર કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો કરાયા છે, મહીસાગર કલેકટર સમક્ષ રાત્રીસભામાં પણ રજૂઆતો કરાઈ છે.આ તળાવના કિનારે અછતના સમયમાં બનાવવામાં આવેલ રસ્તાને દબાણકર્તાઓ દ્વારા જે.સી.બી.થી તોડી નાંખવામાં આવ્યો હતો અને અત્યારે આ રસ્તો ડામર કામ સાથે નાના સોનેલાથી પાવાપર સ્ટેન્ડ (કેનાલ) સુધી બની રહયો છે.પરંતુ દબાણો દૂર કરવામાં આવ્યા નથી.!!
ના અહેવાલના આધારે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા સ્વાગત નિવારણ કેમ્પમાં અરજદારને આપેલા જવાબમાં ગોહિલના મુવાડા ગામના ઐતિહાસિક રાવળા તળાવમાં ૨૦ હેકટર જેટલી સરકારી જ તળાવની જમીનો ઉપર દબાણો હોવાનો સ્વીકાર કરે છે, પરંતુ આ તળાવનો કબ્જો તા.૧૪-૧૧-૧૯૫૯ ના રોજ પી.ડબ્લ્યુ.ડી. વિભાગને સુપ્રત કરીને આઉટ લાઈનની ચાવીઓ પણ સોંપવામાં આવી હોય આ દબાણો શોધીને દૂર કરવાની જવાબદારી પી.ડબ્લ્યુ.ડી.ની હોવાનો જવાબ આપીને જવાબદારી માંથી હાથ ખંખેરી નાંખતા ગ્રામજનો પણ વહીવટી તંત્રની લાચારીઓથી ચોંકી ઉઠ્યા છે.!!