રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ લિમડીં (સુરેન્દ્રનગર) દ્વારા.
@ચોટીલા- (સુભાષ મંડિર દ્વારા,)
રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ -લિમડી દ્વારા જીલ્લા નો સાતમો સરસ્વતી સમ્માન સમારોહ ચોટીલા ખાતે યોજાયો , જેમાં રાજગોર જ્ઞાતિ નાં તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનો ને વર્ષ -2022/23 માં મેળવેલ શેક્ષણિક સિધ્ધી હાસલ કરવા બદલ પુરસ્કૃત કરવા માટે સરસ્વતી સમ્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું.
ધો-૧ થી ૧૨ તેમજ સ્નાતક થયેલ, સુરેન્દ્રનગર જીલ્લા માં વસતા રાજગોર જ્ઞાતિ માં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીની ઓને શીલ્ડ, મેડલ, પ્રમાણપત્ર સાથે શેક્ષણિક કિટ આપી સમ્માનિત કરવા માં આવેલ હતાં,જ્યારે અન્ય ઉપસ્થિત બાળકો ને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માં આવેલ હતાં.
આ તકે શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ અને રાજગોર જ્ઞાતિ નાં આમંત્રિત નામી-અનામી મહેમાનો ઉપસ્થિત રહી, દીપ પ્રાગટ્ય કરી ને પ્રાસંગિક પ્રવચન કરેલ હતા.આ સરસ્વતી સમ્માન સમારોહ ને સફળ બનાવવા પ્રમુખ રતિલાલ. જે. મહેતા ,મહામંત્રી ધવલ ભાઈ .કે. મહેતા અને તેમની ટીમે સારી જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ માં રાજગોર જ્ઞાતિ નાં સ્થાનિક તેમજ બહારગામ થી પધારેલ પુરુષો-મહિલાઓ, વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી સહભાગી બન્યાં હતા.
લી.
સુભાષ. મંડિર, ચોટીલા