@મોહસીન દાલ, ગોધરા
વડોદરા થી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં સવાર બે મહિલા મુસાફરો અસહય ભીડના પગલે ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ઉતરે આ પૂર્વે ટ્રેન શરૂ થઈને આગળ વધતા ગભરાઈ ગયેલ મહિલા મુસાફરોએ ચેઈન પુલીંગ કરતા એક કિ.મી. દૂર થંભી ગયેલ આ જમ્મુતાવી ટ્રેનની બે મુસાફર મહિલાઓને રેલ્વે પોલીસ ફોર્સના જવાનોએ સલામત રીતે નીચે ઉતારીને ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર લાવ્યા હતા અને ત્યારબાદ જમ્મુ તાવી ટ્રેન આગળ રવાના થઈ હતી.
વડોદરા થી ગોધરા આવવા માટે જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બે મહિલા મુસાફરો જનરલ કોચમાં સફર કરતી હતી. એમાં મુસાફરોની અસહય ભીડના અવરોધો વચ્ચે આ મહિલા મુસાફરો ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ઉતરે આ વિલંબ વચ્ચે ટ્રેન શરૂ થઈને આગળ વધતા આ મહિલા મુસાફરોએ ચેઈન પુલીંગ કરતા જમ્મુ તાવી એક કિ.મી.ના અંતરે ઉભી રહયા બાદ રેલ્વે પોલીસ ફોર્સના જવાનોએ આ મહિલા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારતા અંતે હાશકારો અનુભવાયો હતો.