શહેરા તાલુકાના ઉજડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ગરીબો માટેની મનરેગા યોજનાના કામો કર્યા વગર લાખ્ખો રૂપિયા ઉપાડી લેવાના તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકીના ચોંકાવનારા આક્ષેપોમાં સ્થળ તપાસોમાં સ્થળ ઉપર કામો થયા નથી આમ છતાંપણ વિરોધાભાસી અહેવાલ તૈયાર કરવા બદલ શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા શાખાની ટીમના સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવીને શિક્ષાત્મક કાર્યવાહીઓ હાથ ધરવા સુધી મામલો ગરમાયો હતો. એમાં અચાનક મનરેગા શાખાની ટીમ દ્વારા ઉજડા ગામે ચેકવોલ અને માટી મેટલના રસ્તા બનાવવાનું કામ શરૂ કરીને ગેરરીતિઓના પુરાવાઓના નાશ કરવાના પ્રયાસો કરતા વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકીએ તાત્કાલિક પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને પંચમહાલ કલેકટર પાસે પુનઃ આ જગ્યાનું સ્થળ તપાસ કરી પંચનામા સાથે તપાસનો અહેવાલ જો ૩૬ કલાકમાં નહિ આપો તો આવતીકાલે એટલે કે સોમવારના રોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય બહાર ઉપવાસ ઉપર બેસવાની ચીમકીઓ લેખિતમાં ઉચ્ચારતા ઉજડા પ્રકરણનો માહૌલ વધુ ગરમાયો છે.!!
શહેરા તાલુકાના વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકીએ ઉજડા ગ્રામ પંચાયતના મનરેગા યોજનાના કામોની ગેરરીતિઓના મામલે હવે મુખ્યમંત્રી કાર્યાલય બહાર ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપતા પંચમહાલ જિલ્લા સત્તાધીશોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મનરેગા યોજનાના કર્મચારીઓ દ્વારા તપાસ ટીમ દ્વારા સ્થળ મુલાકાતનો અહેવાલ તૈયાર કરાયા બાદ હવે પોતાના લાખ્ખો રૂપિયાના ભ્રષ્ટાચારી કરતુકોની છુપાવવા માટે અને સત્તાધીશોને ખુલ્લેઆમ ગેરમાર્ગે દોરવા માટે યુધ્ધના ધોરણે ચેકવોલ અને માટી મેટલના રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. આ સામે તાત્કાલિક અસરથી પુનઃ સ્થળ તપાસ પંચનામાની ફોટોગ્રાફી સાથે અમારી રૂબરૂમાં કરીને ૩૬ કલાકની અંદર દસ્તાવેજી પુરાવાઓ આપવાની માંગ કરતા ઉજડા ગામમાં મનરેગા યોજનાના ભ્રષ્ટાચારનો માહૌલ બરાબર ગરમાયો છે.!!
@mohsin dal, godhra