ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા મુફ્તી ઈબ્રાહીમ અસ્લાની પોકસોના ગુન્હામાં અટક કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર.!!
ગોધરામાં અંદાઝે ૧૦ મહિના પૂર્વે ૧૪ વર્ષના માસુમ બાળકને દાદરની દવા મંગાવી આપવાના બહાને પાડેલા મોબાઈલ ફોટાની તસ્વીરોને વાયરલ કરીને બદનામ કરી દેવાની ધાક ધમકીઓ આપીને માસુમ બાળક પાસે વારંવાર મુખ મૈથુન કરાવવાના આ હવસખોર હેવાનિયત સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા એ તત્કાલીન ગુન્હાની તપાસોમાં મુખ્ય આરોપી મહંમદહનીફ ફારૂક અસ્લા રહે. કેપ્સુલ પ્લોટની ધરપકડ કરવામાં આવતા પશ્ચિમ વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.જો કે સગીર પાસે મુખ મૈથુન કરાવવાના આ બ્લેક મેઈલીંગના હવસખોર કૃત્યમાં અન્ય ચહેરાઓની પણ સંડોવણીઓ બહાર આવી હતી. આ ચહેરાઓને ઝડપી પાડવા માટે ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા હાર ધરાયેલા પ્રયાસોમાં આજરોજ ગોધરાના મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લા રહે. ઈમરાન મસ્જીદ, મેદા પ્લોટની બી ડીવીઝન પોલીસ દ્વારા ઈ.પી.કો. ૩૭૭, ૫૦૬(૨) અને પોકસોના ગુન્હામાં અટક કરવામાં આવતા શહેરીજનોમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જો કે પોલીસ સકંજામાં આવી ગયેલ આ મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લાના કોરોના ટેસ્ટ બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોધરા બી. ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એ.ડામોર દ્વારા વોન્ટેડ ચહેરાઓને ઝબ્બે કરવાની હાથ ધરાયેલ ઝુંબેશમાં આજરોજ દસ મહિનાઓ પૂર્વે એક સગીર બાળકને બ્લેક મેઈલીંગની ધાક ધમકીઓ વચ્ચે મુખ મૈથુન કરાવવાના હેવાનિયત ભર્યા કરતુકોની તપાસોમાં સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ પકડથી દૂર રહેલા અને લઘુમતી સમાજના અગ્રણી કહેવાતા મુફ્તી ઈબ્રાહીમ હાફીઝ તૈયબ અસ્લાને આજરોજ ગોધરા બી ડીવીઝન પોલીસની ટીમે શોધીને અટક કર્યા હોવાની ખબરો શહેરભરમાં પ્રસરી જવા પામી હતી.