@સોહિલ ધડા, ઝાલોદ
સંજેલી તાલુકામા તમામ સમાજના વેપારીઓ વર્ષોથી શાંતિપૂર્ણ રીતે ધંધો વેપાર કરતા આવે છે તેવા સંજોગો એક વિચિત્ર ઘટના સામે આવી છે. સંજેલી તાલુકાના નાયબ મામલતદાર સાહેબ પર એક અજાણ ઇસમે ગૌ હત્યાના નામ પર ખોટો ફોન કરી પોલીસ તેમજ તંત્રની ખોટી પજવણી કરાતા તંત્ર દોડતુ થયુ હતુ…
વધુ માહિતી પ્રમાણે એક યુવક દ્વારા સંજેલીમા ખોટો ફોન કરી ત્રણ ખાટકીઓ દ્વારા ગૌ હત્યા કરી માસનો જથ્થો રાખી વેચાણ કરે છે
તેવી ખોટી ફોન વિગત મામલતદારને મળતા મામલતદાર ટીમે આપવામા આવતા તે બાબતે મામલતદાર સાહેબની ટીમે પોલીસને સાથે રાખી ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી
ઘટના સ્થળે તપાસ કરાતા ત્રણ વેપારીઓની દુકાન વર્ષોથી બંધ હાલતમા હોવાનુ જણાય આવ્યુ હતુ તેમજ ખોટો ફોન હોવાનુ બહાર આવ્યુ હતુ
ત્યારે અગાઉ પણ આ ફોનના નંબરથી ખોટી બાતમી આપી પોલીસ તેમજ તંત્રને ગેરમાર્ગે ધોરવાની વિગત બહાર આવી ચુકી છે
તેવા સંજોગો ગ્રામવાસીઓની માંગ છે ,કે આવા વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામા આવે તેમજ પોલીસ અને સામાન્ય માણસને વારંવાર ખોટી પજવણીના કિસ્સામા તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલા લેવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે,
હાલ જોવાનુ રહ્યુ આ મામલે પોલીસ આગળ શું કડક પગલા લેશે યા નહી ….?