- હાલોલના બુટલેગર મયુર ઓડના હુમલામાં ઈજાગ્રસ્ત ગોવિંદ મિસ્ત્રીએ સોશિયલ મિડીયાના માધ્યમથી S.P. સાહેબ ન્યાય અપાવે એવી અપીલ કરી.!!
@મોહસીન દાલ, ગોધરા
હાલોલના મુસાફરોથી ધમધમતા એસ.ટી.ડેપોની અંદર ગત તા.૧૨’મીના રાત્રે ઓડ ફળીયાના બુટલેગર મયુર ઓડ આણી મંડળીએ ગોવિંદ મિસ્ત્રી નામના એક વ્યક્તિ ઉપર તું વિજીલન્સનો બાતમીદાર છે કહીને કરેલા હિંસક હુમલામાં ઘવાયેલા આ ગોવિંદ મિસ્ત્રીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં બુટલેગર હુમલાખોર મંડળી સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા તૈયાર નથી અને એસ.પી. સાહેબ મને ન્યાય અપાવે એવી દર્દભરી અપીલની દાસ્તાન સાથે હુમલામાં ઘાયલ થયેલા ગોવિંદ મિસ્ત્રીએ સી.સી.ટી.વી.ફૂટેજ સાથે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પોતાની આપવીતીનો વિડીયો અપલોડ કરતા આ વિડીયો કલીપ સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ મુદ્દો ચર્ચાઓ ના ઘટનાક્રમમાં એટલા માટે ગોઠવાયો છે કે વડોદરા ભાજપના અગ્રણી સચીન ઠક્કર હત્યા કેસ આજકાલ છવાયેલ છે.!!
હાલોલ બસ સ્ટેન્ડની અંદર ગત તા.૧૨’મીની રાત્રે ગોવિંદ મિસ્ત્રી સ્ટેટ વિજીલન્સનો બાતમીદાર હોવાની શંકાઓ સાથે બુટલેગર મયુર ઓડ આણી મંડળી દ્વારા કરાયેલ જીવલેણ હુમલાના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં ગોવિંદ મિસ્ત્રીને માથાના ભાગે થયેલ ઈજાઓમાં ટાંકા આવ્યા હતા. આ જીવલેણ હુમલા બાદ હાલોલ પોલીસ સ્ટેશનમાં મારી ફરીયાદ લેવામાં આવી નથી.અને ગમે ત્યારે મારુ મર્ડર થઈ જશેની દહેશતો સાથે ઈજાગ્રસ્ત ગોવિંદ મિસ્ત્રી એ પોતાની ઉપર કરાયેલા જીવલેણ હુમલાની આપવીતીઓ દર્શાવતો વિડીયો પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર હુમલા સમયના સી.સી.ટી.વી. ફુટેજો સાથે અપલોડ કર્યો હતો. એમાં એસ.પી. સાહેબ મને ન્યાય અપાવે એવી અપીલ કરી છે.