ડાયાલિસિસ ના દર્દીઓ ને દવા તેમજ આરોગ્ય ભાડું મળ્યું નથી
ચાણસ્મા સીએચસીમાં છેલ્લા એકાદ વર્ષ થી 3 બેડ સાથે ડાયાલિસિસ સેન્ટર ની સુવિધા શરૂ કરાઇ છે પરંતુ અહી ટેકનિકલ સ્ટાફ અને આરોગ્ય ના સ્ટાફ વચ્ચે સંકલન ના અભાવે અહી સારવાર માટે આવતા દર્દીઓ ને છેલ્લા ઘણા સમયથી કડવા અનુભવ થઈ રહ્યા છે અહી સેન્ટર માં પાણી નો પ્રશ્ન સાથે દવાઓ તેમજ ડોકટર વીજીટ થતી નથી તેવી ફરિયાદો ઉઠવા પામી છે
કેન્દ્ર અને રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા એ.વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેલ સી એચ સી ,રેફરલ, પી.એચ. સી હોસ્પિટલો માં મફત હિમો ડાયાલીસિસ વિભાગો શરૂ કરાયા છે જેમાં કિડની ના રોગ થી પીડાતા દર્દીઓ ને મફત સારવાર આપવા માં આવતી હોય છે ત્યારે કેટલાક સેન્ટર ની રિયાલિટી ચેક કરતા લાલિયાવાડી સામે આવી છે ચાણસ્મા ના સરકારી દવાખાને આ સુવિધા છેલ્લા એક વર્ષ થી શરૂ કરાઇ છે પરંતુ દર્દીઓ ને દવા મફત મળતી નથી તેમજ ફિજીસિયન, કે નેફ્રોલોજીસ્ટ ડોકટર વગર સારવાર ચાલી રહી છે દર્દીઓ ને કિડની ના સારવાર ની દવા પણ અહી મલતી નથી જેને લઇ દર્દીઓ ના માથે સારવાર નો ખર્ચ આવે છે અને દર્દીઓ ને જે 300 રૂપિયા પર ડાયાલિસિસ મળતા હોય છે તે કેટલાક મહિનાથી બંધ છે આમ અહી ચાણસ્મા હોસ્પિટલ માં દર્દીઓ રામભરોસે છે એક વર્ષ માં 616 દર્દીઓ એ સારવાર લીધી છે અહી એક દર્દી ને ત્રણ થી ચાર વખત ડાયાલિસિસ કરવા માં આવે છે
.દીપકભાઈ દર્દી
અહી દવા મફત મળતી નથી અને સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા પર ડાયાલિસિસ 300 મળે છે તે મળતા નથી
આ બાબતે હોસ્પિટલ ના આરોગ્ય વિભાગ ના કર્મચારી નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે હાલ બેંક બદલાઈ છે અને ચેક બુક નથી આવી સાથે સાથે અહી વીમા કંપની પન બદલાઈ છે તેને લઈ એકાદ મહિનાથી સમસ્યા ઊભી થઈ છે
ઓપીડી માં સેવા આપતા ડોકટર મિત્રો ને કિડનીના દર્દીઓ ની સમસ્યા ની વાત કરતા તેઓ અકળાઈ ગયા હતા અને કહેલકે નેફ્રોલોજિસ્ત ડોકટર ની ચિઠ્ઠી હોય તોજ અમે દવા આપીશું સાથે સાથે અહીં એક ગંભીર અને સંવેદનશીલ દૃશ્યો જોવા મળ્યા જેમાં ફરજ પર ના ડોકટરો જ્યારે કોઈ મહિલા દર્દી ને તપાસે છે ત્યારે ડોકટર ની જોડે એક મહિલા એટેનડન્ટ હોવી જોઈએ જે જોવા મળેલ નથી આમ અનેક ક્ષતિઓ જોવા મલી હતી
@partho pandya, patan