મેઈન ગેટ પાસે બનાવવામાં આવતા પાર્કિંગમાં ચાલતા આર.સી.સી.કામમાં ભ્રષ્ટાચારની બૂમો….
ગોધરા શહેરના મુખ્ય મથક ખાતે આવેલ રેલ્વે સ્ટેશનને કેન્દ્ર સરકાર દ્વારા અમૃત યોજનામાં સમાવેશ કરાયો છે. આ અમૃત યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચીને રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવનાર છે ત્યારે આ રેલ્વે સ્ટેશનના મેઈન ગેટ કે જે આઉટ અને ઇનની હદ વિસ્તારમાં નવીન પાર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ પાર્કિંગમાં આર.સી.સી.વર્ક એકદમ હલકી ગુણવત્તા યુક્ત મટેરીયલ્સ વાપરીને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશનને અમૃત યોજનામાં સમાવેશ કરીને તેની કાયાપલટ કરવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે હાલમાં પાર્કિંગને નવીન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ પાર્કિંગમાં કરવામાં આવી રહેલ આર.સી.સી.વર્કમાં ગુણવત્તાઓ માટે કપચી, રેતી અને ઉચ્ચ ગુણવત્તાઓના સિમેન્ટનો ઉપયોગ કરવાના બદલે એકદમ તકલાદી મટેરીયલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય તેમ એક જ વરસાદમાં આ આર.સી.સી.વર્ક ધોવાય ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાંખી હોય તેવું દેખાઈ રહયુ છે. ત્યારે આ તકલાદી આર.સી.સી.વર્કના બાંધકામને બંધ કરાવીને રેલ્વેના ઉચ્ચ સત્તાધીશો સ્થળ તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરે એવી લોક માંગ છે.
@mohsin dal, godhra