લુણાવાડા મામલતદારે કલેકટર સાહેબના આદેશોના ઉલ્લેખ સાથે રાવળા તળાવની જમીન ઉપરના દબાણો K.L.B.C. દિન-૭માં દૂર કરાવે નો લેખિત આદેશ.!!
@મોહસીન દાલ ગોધરા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી અંદાઝે ૪ કી.મી.ના અંતરે આવેલા ગોહિલના મુવાડા ગામના ઐતિહાસિક રાવળા તળાવ અધધધ ૨૦ હેકટર જેટલી કિંમતી જમીનો ઉપર કરવામાં આવેલા ગેરકાયદે દબાણોનો મુદ્દો અરજદાર દિગ્વિજયસિંહ સોલંકી મારફતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા બાદ રાવળા તળાવની સરકારી જમીનો માંથી ગેરકાયદે દબાણો દૂર કરાવવા માટે વહીવટી તંત્રની કચેરીઓ વચ્ચે શરૂ થયેલ ખો – ખો ની રમતોમાં લુણાવાડા પંચાયત (મા ×મ) પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરના તળાવ પરના દબાણનો પ્રશ્ન હોય અત્રેને લગત નથી જેથી અત્રેથી કઈ કરવાનું નથી ના બેફિકર જેવા જવાબ બાદ ગરમાયેલા આ વહીવટી માહૌલમાં લુણાવાડા મામલતદાર આઈ.એચ.પટેલે લુણાવાડા સ્થિત કડાણા ડાબા કાંઠા સિંચાઈ વિભાગના ડે. ઈજનેરને રાવળા તળાવની જમીન ઉપર કરાયેલા દબાણોને કલેકટર સાહેબની સૂચનો મુજબ દિન-૭માં તાત્કાલિક અસરથી દૂર કરવાનો લેખિતમાં જણાવ્યું છે. જો કે કડાણા ડાબા કાંઠા સિંચાઈ વિભાગના સત્તાધીશો જો વગદાર ચહેરાઓના ચરણે ધરી દીધેલ કાળવા- કોલીયા માઈનોર કેનાલ ઉપરના દબાણો દૂર કરાવવામાં પીછેહઠ જેવો વહીવટ દેખાડતા હોય તો રાવળા તળાવના ૨૦ હેકટર જમીન ઉપરના દબાણો દૂર કરાવશે કે કેમ.? આ એક મુંઝવતો પ્રશ્ન છે.!!
લુણાવાડાના હરણફાળ જેવા વિકાસમાં લગભગ અડોઅડ આવી ગયેલા ગોહિલના મુવાડા ગામે આવેલા અંદાઝે ૪૫ હેકટરના ઐતિહાસિક તળાવની અડધો અડધ ૨૦ હેકટર જેટલી સરકારી કિંમતી ઉપર કરાયેલા દબાણોને દૂર કરાવવા માટે શરૂ થયેલ ગ્રામજનોની લડતમાં અરજદાર દિગ્વિજયસિંહ અંતે સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દાને લઈને રજુઆત કરતા વહીવટી તંત્રની કચેરીઓ વચ્ચે જવાબદારીઓનો મામલો ગરમાયો હતો. જો કે લુણાવાડા મામલતદાર આઈ.એચ.પટેલે રાવળા તળાવનો કબ્જો હાલમાં કડાણા ડાબા કાંઠા નહેર સિંચાઈ વિભાગ હસ્તક હોય કલેકટર સાહેબની સૂચનો મુજબ આ દબાણો દિન-૭ માં દૂર કરો ના તા.૨૪’મીના પત્રથી આદેશ કર્યો છે.!!