@મોહસીન દાલ ગોધરા
ગુજરાતમાં ૭૦ આઈ.પી.એસ.ની બદલીઓ સાથે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયાની બદલી સાથે આજરોજ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે આર.વી. અસારીએ વતનપ્રેમ જેવી લાગણીઓ સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. અને ચિરાગ કોરડિયાની અમદાવાદ ખાતે બદલી થતાં પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો હતો, જેમાં પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની અમદાવાદ સેકટર-૧ અધિક કમિશનર ઓફ પોલીસ તરીકે બદલી થઈ હતી, જ્યારે ગાંધીનગર ઇન્ટેલિજન્સ-૨ના ડી.આઇ.જી.રાજેન્દ્ર અસારીની ગોધરા રેન્જ ડી.આઇ.જી. તરીકે નિયુક્તિ થઈ હતી. આજરોજ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે રાજેન્દ્ર વી. અસારીના સત્તાવાર આગમનને લઈને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને હાજર પોલીસ અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. નવનિયુક્ત ડી.આઇ.જી. આર.વી. અસારીએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રેન્જમાં કોઈપણ અરજદાર તેઓને નિઃસંકોચ કોઈપણ પ્રશ્નને લઈને મુલાકાત કરી શકશે.
ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે આર.વી.અસારી એ ઉષ્માભર્યા સ્વાગત વચ્ચે ચાર્જ સંભાળ્યો.!!
Related Posts
Add A Comment