- ગોધરા પાલિકાના વોર્ડ નં.૧૦ના AIMIM સદસ્ય જલાલઉદ્દીન સૈયદ S.I. વિભાગના કર્મચારીઓને અપશબ્દો સાથે તુકારાથી ખખડાવતા હોવાનો વિડીયો વાયરલ.!!
- પાલિકાનો રાજકીય માહૌલ ભલે ગરમાયો પરંતુ જાહેર અપમાનના વર્તનથી કર્મચારીઓ સ્તબ્ધ…..
@મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરમાં નિયમિત સાફ સફાઈના અભાવે શહેરીજનો ભારે પરેશાન છે અને ગટરોના ગંદા પાણી જાહેર માર્ગો ઉપર ઉભરાઈ રહયા છે ના આજ પ્રકારની પોતાના મત વિસ્તારની ફરીયાદ સાથે પહોંચેલા વોર્ડ નંબર ૧૦ના AIMIM ના સદસ્ય જલાલઉદ્દીન સૈયદ ઉર્ફે પપ્પુ ડબલ ટુ આજ સવારમાં ગોધરા ન.પાલિકા કચેરીમાં પહોંચીને સેનેટરી વિભાગમાં જઈને સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય કર્મચારીઓને તુકારાઓ સાથેના અપશબ્દોથી તતડાવતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ભારે સ્તબ્ધતા પ્રસરી જવા પામી છે. એટલે કે વોર્ડ નંબર ૧૦ના સદસ્ય જલાલઉદ્દીન સૈયદની ગંદકીઓ અને ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન હોવાની વાત સત્ય હશે પરંતુ કર્મચારીઓને અપમાનિત થાય એવા ઉચ્ચારણોની પધ્ધતિ ખોટી કહેવાય ની ગંભીર ચર્ચાઓ ખુદ ગોધરા ન. પાલિકાના રાજકીય મોરચે શરૂ થવા પામી છે.
ગોધરા ન.પાલિકાના વહીવટી તંત્રને સ્તબ્ધ કરી દેનારા આજ સવારના બનાવમાં ગોધરા ન.પાલિકા કચેરીના સેનેટરી વિભાગ ખાતે પહોંચેલા વોર્ડ નં.૧૦ ના AIMIMના સદસ્ય જલાલઉદ્દીન સૈયદ તેઓના મત વિસ્તારમાં ગટરોની લાઈનોની સાફ સફાઈ ના મુદ્દે અપશબ્દોના ગુસ્સા સાથે અહીં આવ મહેતા (સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર, એસ.આઈ.ને ખુરશી ઉપર બેસવાની જરૂર નથી, એસ.આઈ. નો મતલબ શુ છે.? તને ખબર નથી અને મેમ્બર આવે તો ખુરશી ઉપરથી ઉભા થઈને સામે ઉભા રહેવાનું. અમો તો ચૂંટાયેલા સભ્ય છે અને તમે તો નોકરી કરો છો આ સામે કર્મચારીએ શાંતિથી વાત કરો તમારો પ્રશ્ન હલ થઈ જશે ની ખાત્રી આપીને સમય પારખીને દૂર જવાની કોશિષ કરી હતી. આ જોઈ અકળાયેલા સદસ્યે ઓઈ મહેતા મનોજ અહીં આવ નાસી જવાનું નથી આજનો રીપોર્ટ આપ આજે કેટલા માણસો હાજર છે માજી કાઉન્સીલર મોટર સાયકલ ઉપર કોણે બેસાડીને લઈ ગયો છે. હું તને આદેશ કરું છું આજે જ બધી ગટરોની લાઈનોની સાફ સફાઈ થઈ જવી જોઈએ ના વાર્તાલાપનો પોતાના દ્વારા ઉતારવામાં આવેલ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પાલિકાનો રાજકીય માહૌલ ગરમાયો છે તો વહીવટી તંત્રમાં કર્મચારીઓના જાહેર અપમાનનો મુદ્દો ચર્ચાઓમાં છે.!!