- સિક્યુરીટી એજન્સીની જવાબદારીઓ “હથેળીમાં ચાંદ” જેવી છે કે શું.?…..
- ગોધરા સીવીલ હોસ્પિટલની અંદર કેસ બારી સામે એક આધેડનો જાહેરમાં પેશાબ કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા સૌ કોઈ સ્તબ્ધ.!!
@મોહસીન દાલ, ગોધરા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ ગોધરા સીવીલ હોસ્પિટલની સુરક્ષાઓ અને સલામતી ઉપર ચકોર નજરની જવાબદારી સંભાળનાર સિક્યુરીટી એજન્સીની તહેનાતી વચ્ચે આજ સવારમાં સીવીલ માટે હોસ્પિટલની કેસ બારી પાસે આધેડ જેવા દેખાતા એક શખ્સે જાહેરમાં પેશાબ કરતા શર્મનાકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ગંભીર ચર્ચાઓ ઉભી થવા પામી છે. જો કે ગોધરા સીવીલ હોસ્પિટલની અંદર કેસ બારી પાસે જાહેરમાં પેશાબ કરતા આ ઈસમની હરકતો જોઈને પસાર થતા કેટલાક ચહેરાઓ દ્વારા કાકા આ શું કરી રહ્યા છો.? ટોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ જાહેરમાં પેશાબ કરતા આ આધેડને કોઈ પડી જ નથી જે પ્રમાણે હાથમાં ડીશ સાથે હાવભાવ દેખાડે છે આ જોતા કોઈક માનસિક અસ્વસ્થ દર્દી હોય અગર તો રાજપાઠ હાલતમાં હોવો જોઈએ.!!
ગોધરા સીવીલ હોસ્પિટલમાં આજ સવારમાં દર્દીઓની સારવારો માટેની આવન જાવન દરમિયાન સીવીલ હોસ્પિટલની અંદર દર્દીઓના કેસો કઢાવવાની કેસ બારી સામે એક આધેડ ઈસમ દ્વારા જાહેરમાં પેશાબ કરવાના શર્મસાર કૃત્યને ત્યાં હાજર કોઈકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરેલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સિક્યુરીટી એજન્સીની જવાબદારીઓની ફરજો પણ ઉંઘતી ઝડપાઈ જવા પામી હતી.!!