ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 01 ઓગસ્ટ 2023 ના રોજ શ્રીઅન્ન (મિલેટ્સ) અને તેના ઉપયોગો વિશે વર્કશોપ અને સાયંટિફિક-શો યોજાઈ જેમાં 50 થી વધારે જાહેર જનતાએ ભાગ લીધો હતો. જેમાં નિષ્ણાંત ગાઈડ જણાવ્યુ કે આ વર્કશોપનો હેતુ ભારત ની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ) ની ખેતી અને તેના ઉપયોગને અને માન.વડાપ્રધાનશ્રી ની હિમાયતના પગલે યોજાયેલ “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો. સાથે સાયંટિફિક-શો દ્વારા મિલેટ્સ, તેના સ્વાસ્થ્ય આધારિત ઉપયોગો અને તેનાથી બનતી વિવિધ વાનગી વિશે નિર્દેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જાહેર જનતાને સાયન્સ સેન્ટર ની વિવિધ ગેલેરીઓ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.
@partho pandya, patan