સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ખોડુ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરાઈ
‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા સહીતની પ્રવુતિઓનું આયોજન
સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ખોડુ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જલ્પાબહેન ચંદેશરા દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિશે તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે તેમજ આઈ.સી.ડી.એસ સુપરવાઈઝરશ્રી જેઠીબહેન દ્વારા ‘પૂર્ણા યોજના’ વિશેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હિમોગ્લોબીનની ચકાસણી પણ કરવમાં આવી હતી. ઉપરાંત શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દીકરા-દીકરી એક સમાન, સ્ત્રી ભૃણ હત્યા અટકાયત જેવા વિષયો પર સ્પર્ધકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સીલ્ડ તેમજ મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી રાજુભાઈ.જી ચિત્રા તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી એમ યાદીમાં જણાવ્યું છે.
@sachin pithva, surendranagar