@પાર્થો પંડ્યા, પાટણ
પાટણ જિલ્લામાં રાધનપુર ખાતે આવેલ બનાસ બેંકમાં ડેરીનો પગાર લેવા જનતા હેરાન પરેશાન થઇ રહી છે. વરસાદી વાતાવરણમાં ગામડામાંથી આવેલા લોકો સતત 2 દિવસ દરમિયાન લાઈનમાં ઉભા રહી પગાર લીધા વિના ઘરે પાછા ફરવા મજબૂર બન્યા છે. ખેડૂતો અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ડેરીના પગાર માટે બનાસ બેંક ફરજિયાત હોવાથી આ બેંકમા આવે છે. પરંતુ બનાસ બેંક બે દિવસ સતત લાઈન માં ઉભા રહ્યા બાદ પણ સવૅર ડાઉન હોવાના કારણે પૈસા મળ્યા નથી. છેલ્લે ઘરે જવા લોકો મજબૂર બની પાછા ફરી રહ્યા છે.
પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક માં તાલુકાના પશુ પાલકો નાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોના નાં એકાઉન્ટ હોવાથી અને ડેરીનો પગાર બનાસ બેંક માં જમા થાય છે. લોકો બનાસ બેંક માં પગાર લેવા વહેલી સવારથી જ ગ્રાહકો ની લાઇનો લગાવે છે. પરંતુ અહીંયા અધિકારીઓ દ્વારા સર્વર ડાઉન હોવાનું રટણ કરવામાં આવે છે. જેને લઇ ગ્રાહકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.