(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીનાં ધરમપુર ટીંબડી ગામ ની આજુબાજુ માં કાળા પથ્થરની ખાણો આવેલી છે. જ્યાં ઉંચા ટેકરા જેવી જમીન ઉંડા કુવા જેવી બનાવી નાખી છે. જેની ઘરમપુર ગામલોકો ઘણા સમયથી ખનીજ ચોરીની ફરિયાદ અને વિરોધ કરતા હતા પરંતુ મોરબી નું ખાણખનીજ વિભાગ અને જેની જવાબદારી સરકારે હાઇકોર્ટમાં સોગંદનામાં રજૂ કરીને જણાવ્યું છે તે દરેક અધિકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધરમપુર ગામના રહીશ મોહનભાઈ લાલજીભાઈ માકાસણા અને કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા જેવા નાગરિકો દ્વારા ખાણોમાં ચાલતી ખનીજ ચોરીથી કંટાળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેથી હાઇકોર્ટનો આદેશ થયો છતાં ખાણ માફિયા અને ખનીજ વિભાગ સહિત તંત્ર ની મીલી ભગતથી હાઇકોર્ટના આદેશને ઘોરીને પી ગયાં હોય છેવટે હાઇકોર્ટના આદેશના અનાદર સામે કોર્ટ ઓફ કન્ટેમ્ટ થતાં કોર્ટ દ્વારા લાલ આંખ કરાતા ખાણખનીજ તંત્ર નેં નીચે રેલો આવી ગયો હતો અને અરજદારોને સાથે રાખી ક્રિષ્ના સ્ટોન હસમુખ બી. જોશી અને દેવજી પારધી ની ખાણોની માપણી કરી તેમાં કરોડો રૂપિયાની કાળા પથ્થરની ખનીજ ચોરી પકડાઈ ગઈ છે. હજુ ઘણી ખાણ માં પાણી ભરેલા છે તે ખાણ તો હજી માપવાની બાકી છે. આ ઉપરાંત આ ખનીજ માફીયાઓ દ્વારા લીલાપર ની સર્વે નંબર ૧૫૮ પૈકીમાં પણ કરોડોની ખનીજ ચોરીની ફરિયાદ લીલાપર ગામ લોકો અને જાગૃત નાગરિકે કરેલી છે. ખનીજ ચોરી અંગે તપાસ તો જ થશે જો તમે હાઇકોર્ટમાં જશો અને ઓર્ડર લઈ આવશો તો. અગાઉ રેતી ચોરી અંગે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા. અને હળવદમાં કરોડ રૂપિયાની ખનીજ ચોરી પકડી હતી. સરકારની તિજોરી નેં લાખ કરોડ ની રકમ નું નુક્સાન પહોંચાડ્યું હોય ખનીજ માફીયાઓ પાસે કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.